સુરત ફાયર વિભાગે ૪૦ મિનિટમાં બે વ્યક્તિના જીવ બચાવ્યા

0
21
Share
Share

સુરત,તા.૨૫

સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરત ના લોકો માટે આપઘાત માટેની સરળ જગ્યા બની ગઈ છે. કારણકે તાપી નદી પર આવેલા બ્રિજ પરથી કોઈને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આપઘાત માટે ઝંપલાવતા હોય છે. ત્યારે સુરત ફાયર વિભાગે આજે ૪૦ મિનિટના અંતરમાં બે અલગ અલગ જગ્યા પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનારા એક મહિલા અને એક કિશોરનો જીવ બચાવ્યો હતો. જેમાં પહેલા બનાવમાં સુરતના ઉતરાણ ખાતે આવેલા તાપી નદીના બ્રિજ પરથી એક ૩૦ વર્ષીય મહિલા કાળી બહેન પારધી કોઈ અગમ્ય કારણ સર તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી.

આ મહિલા કૂદતાની સાથે ત્યાં રહેલ પિલર પાસે લટકી રહ્યાનો સુરત ફાયર વિભાગને ૯ કલાક અને ૮ મિનિટનો કોલ મળતા ફાયરની ટિમ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચી મહિલાને રેસ્ક્યૂ કરી બહાર કાઢી હતી. આ ઘટના ૪૦ મિનિટ બાદ ફાયર વિભાગ બીજો કોલ મળ્યો હતો. જેમાં  મોટા વરાછા ખાતે આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક ૧૫ વર્ષીય કિશોર એ આપઘાત કરવાના ઇરાદે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી જોકે ફાયર તાત્કાલિક બનાવ વાળી જગીયા પર પહોંચીને આ ૧૫ વર્ષીય કિશોરને રેસ્ક્યૂ કરી તેને બચાવી લીધો હતો. આ કિશોરે પોતાનું નામ ચેતન ઠાકોર જણાવ્યુ હતુ અને પરિવારમાં ઝઘડો થતા આવેશમાં આવી જઈને આ પગલું ભર્યું હોવાની જાણકારી આપી હતી.

આમ ફાયરે બનેવ લોકો બચાવી આ બંનેનો કબજો પોલીસ ને આપતા પોલીસ આ મામલે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સીધા પૂલ પરથી જ દોરડું બાંધીને નીચે ઉતર્યા હતા અને તેને લાઇફ ગાર્ડ પહેરાવી બચાવી લીધી હતી. જોકે, તેના નસીબમાં જિંદગી હશે એટલે મોત પહેલાં ફાયર વિભાગ આવી પહોચ્યો હતો. આ મહિલાએ ઘરમાં ઝઘડો થતા અંતિમ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતું. તેને રેસ્ક્યૂ કરી અને હોડીના મારફતે કિનારે લઈ આવવામાં આવી હતી. બંને ઘટનામાં પારિવારિક મનદુખ જ સામાન્ય વાત તરીકે ઉપસી આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here