સુરત પોલીસ દ્વારા આપઘાત રોકવા એન્ટી સુસાઈડ હેલ્પલાઈન કરાઈ શરૂ

0
18
Share
Share

સુરત,તા.૧૭

હાલના કપરા સમયમાં ધંધા રોજગાર, વેપારમાં મંદી સહિત અને પ્રકારની સમસ્યાને કારણે સર્જાતી માનસિક તાણને કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યાં છે. જે બનાવો બનતાં અટકાવવા માટે જિલ્લા પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસવડા ઉષા રાડા દ્વારા ગાંધી જયંતી તથા વિશ્વ અહિંસા દિન નિમિત્તે એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી છે.આ સાથે જ લોકો આપઘાત કરતાં અટકે અને મહામૂલી જિંદગી જીવે તે હેતુથી ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં હેલ્પલાઈન કેવી રીતે કામ છે તથા આપઘાતનો પ્રયાસ કરનારના મંતવ્યો અને પોલીસ દ્વારા લોકોને હેલ્પ કરવા અંગેની તત્પરતા દર્શાવતાં અધિકારીઓની વાત રજૂ કરવામાં આવી છે.

સુરત જિલ્લાનો કોઈપણ વ્યક્તિ આત્મહત્યાના વિચારો આનવતા હોય કે કોઈ માનસિક કે શારીરિક બીમારીથી પિડાતો હોય, અથવા સામાજિક અને પારિવારીક સમસ્યા, આર્થિક સંકડામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે. જિલ્લાનો કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ મળે અને પોતાનું જીવન સારી અને સુખી રીતે જીવી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ કોઈપણ સમસ્યાથી હતાશ થઈ આત્મહત્યા ન કરે તેવા તમામ પગલાં પોલીસ લેશે.

સ્યુસાઈડ પોઈન્ટ પર ફ્લેક્સ બેનરો લગાવી એન્ટી હેલ્પલાઈનના નંબરો દર્શાવવામાં આવશે. તેમજ જાગૃતના ભાગરૂપે ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ડોક્યુમેન્ટરીમાં અભિનય કરવામાં આવ્યો છે. એક નિરાશ યુવક આત્મહત્ય કરવાના વિચારો કરી રહ્યો હોય અને મહામુલી જિંદગીથી કંટાળી ગયો હોય ત્યારે તેને પોલીસની હેલ્પલાઈન કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગે દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર ડોક્યુમેન્ટ્રીમાં પોલીસની મદદરૂપ થવાની ભાવના દર્શાવવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here