સુરત પાટીદાર આગેવાન આપઘાત બાદ રાજકારણીઓ મેદાનમાં

0
21
Share
Share

સુરત,તા.૧૨

પાટીદાર આગેવાન દુર્લભભાઇ આપઘાત કેસમાં પોલીસે તો એસઆઇટી બનાવવા મોડું કર્યું જ છે પણ રાજકારણીઓ પણ મેદાનમાં વહેલા આવ્યા નથી. પુરાવાના નાશ થઇ ગયા, આરોપી ઘર છોડીને જતા રહ્યા અને હવે સી.આર. પાટીલે યોગ્ય તપાસ-ધરપકડ કરવા મુખ્યમંત્રી-ગૃહમંત્રીને ફોન પર રજૂઆત કરી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ સમાજના નામે રાજકારણનો રોટલો શેકવા મેદાનમાં ઉતર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેણે મૃતક દુર્લભભાઇના પુત્રને ફોન પર વાત કરી ઘટના બાબતે સાંત્વના વ્યક્ત કરી હતી. જાણવા મળ્યું છે કે આગામી બે દિવસમાં હાર્દિક સુરત આવીને દુર્લભાઇના ઘરની મુલાકાત પણ લઇ શકે છે. જલારામ સ્ટોન ક્વોરીના માલિક,

સહકારી અગ્રણી અને પાટીદાર આગેવાન દુર્લભભાઈ પટેલે કરેલા આપઘાત પ્રકરણમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડાએ સીટની રચના કરી છે. સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ બારડોલી ડીવાયએસપી રૂપલ સોલંકીને સોંપી હતી. આ ગુનામાં મૂળ સુધી તપાસ થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. જેમાં ડીવાયએસપી રૂપલ સોલંકી તથા પી.આઈ જેમાં એસઓજી પીઆઇ કે.જે. ધડુક અને પીઆઇ વી.કે. પટેલ તેમજ પી.એસ.આઈમાં જિલ્લા એલસીબી આઈ.બી.ઝાલા અને ૨૦ પોલીસના માણસોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

અમદાવાદમાં કોરોનાની સારવાર લઇ રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હોસ્પિટલના બિછાનેથી મુખ્યમંત્રી વિજય રુપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને દુર્લભભાઇ આત્મહત્યા બાબતે ફોન કર્યો હતો. આ ઘટનામાં કોઇપણ શહેશરમ રાખ્યા વિના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ચર્ચા કરી હતી. કાળાચૂડા કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સાયણ શુગરના પૂર્વ ડિરેક્ટરને દુર્લભભાઈને આત્મહત્યાન કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કરાવનાર સામે તરત ધરપકડની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here