પતિ દારૂ પિતો હતો જેથી પત્ની બાળકો સાથે છોડીને જતી રહેતાં પતિએ ડિપ્રેશનમાં આવી જઈને આપઘાત કર્યો
સુરત,તા.૨૨
સુરતમાં પતિ પત્નીના ઝઘડા બાદ આપઘાતની અનેક ઘટના સામે આવી રહી છે. આવી વધુ બે ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં પતિએ પત્નીને બાળકો સાથે વતન જવાનુું કહેતા, પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ પતિને લાગી આવતા તેને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતુ. આ સાથે અન્ય ઘટનામામં પતિ દારૂ પિતો હતો જેથી પત્ની તેના બાળકો સાથે છોડીને જતી રહી હતી. જેના કારણે પતિ ડિપ્રેશનમાં આવી જતા આપઘાત કરી લીધો હતો. આ બે બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પતિ પત્નીના ઝગડાને કારણે બે અલગ અલગ ઘટનામાં પતિએ આપઘાત કાર્યા છે. પહેલા કેસમાં મૂળ ઓડિસાના વાતની અને હાલમાં સુરતના અમરોલી ખાતેના, કોસાડ આવાસમાં રહેતા અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા ૩૦ વર્ષીય અમિત બાપુજી પ્રધાન પોતાની પત્ની સાથે અને બાળકો સાથે રહેતો હતો. પતિ પત્ની અને બાળકને વતન મોકલવા માંગતો હતો પણ પત્ની બાળકોને લઇને વતન જવા માંગતી નહિ હોવાને લઈને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. ઝગડાને લઈને પતિ અમિતને લાગી આવતા પોતાના મકાનમાં ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જણકારી મળતા પત્ની શોકમાં ગરકાઉં થઇ ગઇ હતી. જોકે, પોલીસને ઘટનાની જણકારી મળતા તાત્કાલિક બનાવવાળી જગ્યા પર આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં સુરતના અલથાણ હળપતિવાસમાં રહેતા ૩૦ વર્ષીય મુકેશ કાળીદાસ રાઠોડ છૂટક મજૂરી કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, મુકેશને દારૂ પોવાની ટેવ હોવાને લઈને વતનમાં રહેતા પરિવારને રૂપિયા નહિ મોકલતા હોવાને લઈને પત્ની તેના બાળકોને લઇને ૩ વર્ષથી પિયર જતી રહી હતી. જેને લઈને મુકેશ ડિપ્રેસનનો શિકાર બન્યો હતો. મુકેશની પત્ની ૩ માસ પહેલા સંતાનોને લઈને સુરત આવી હતી. પણ મુકેશને તેના સંતાનોને મળવા નહિ દેતા આ વાતનું તેને લાગી આવ્યુ હતું. જેને લઈને તે સતત માનસિંક તાણમાં રહેતો હતો. જેને લઈને ગતરોજ મુકેશ આવેશમાં આવી જઇને પોતા મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જણકારી પાડોસીઓને મળતા તેમણે તાતકાલિક આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ બનાવાવાળી જગ્યા પર પોંહચીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.