સુરત: દહેજની માંગણી કરી પરણિતાને દિયરે હાથ પકડી અશ્લિલ હરકત કરી સસરાએ માર માર્યો

0
19
Share
Share

સુરત,તા.૧૬

અડાજણ વિસ્તારની પરિણીતા પાસે દહેજની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત સસરાએ દિવાલ સાથે માથું ભટકાડવાની સાથે દિયરે હાથ પકડી અશ્લીલ હરકત કરી માર માર માર્યો હતો. આ મામલે પતિએ પોતાની પત્નીને સહકાર આપવા અને પરિવાર વિરુદ્ધ જતા સાસરિયાઓ એ પરિણીતાને તો ઠીક પણ પોતાના પુત્રને ઘરની બહાર કાઢી મુક્ત પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી છે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ. દહેજ માટે સાસરિયા પરણીતાને ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મુકવાના અનેક કિસ્સા સાંભળ્યા હતા. જોકે સાસરિયા સામે લાડવા માટે પરણીતાને સહકાર આપનાર પતિને તેના માતા પિતા એ પરણિતા સાથે કાઢી મુકવાનો  એક કીસો સામે આવ્યો છે.

જોકે આ પરિવાર ઝઘડો હવે પોલીસ મથકે પહોચ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને નાનપુરા ખાતે આર્કીટેક્ટ તરીકે કામ કરતી પરિણીતા  ના લગ્ન એક યુવાન  સાથે વર્ષ ૨૦૧૭માં થયા હતા. લગ્ન પૂર્વે યુવાન  હજીરાની એસ્સાર કંપની, દુબઇ અને કુવૈત તથા પલસાણાની કંપનીમાં આસીસટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેની આવકમાંથી પાલનપુર વિસ્તારમાં મકાન ખરીદયું હતું.

લગ્નના એકાદ મહિના બાદ પરિણીતાનેને તેની સાસુ લલીતાબેન, સસરા ગોવિંદભાઇ અને દિયર જતીને અપશબ્દો ઉચ્ચારી શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને દહેજ પેટે મોટી રકમ પિયરમાંથી લાવવા દબાણ કરતા હતા અહીંયા સાસરિયા કહેવું હતું કે લોહીના સબધ કરતા વધુ રૂપિયા છે જેને લઈને સતત માનસિંગ ત્રાસ આપતા હતા.

જોકે પોલીસે આ મામલે પરિણીતાની ફરિયડ ના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here