સુરત: તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું

0
20
Share
Share

નશામાં છાકટા થઈને તલવાર લઈને નીકળેલા યુવકને પાંચ શખ્સોએ ફટકા અને પથ્થરના ઘા ઝીંકી મારી નાખ્યો

સુરત,તા.૨૦

સુરત શહેરમાં તહેવારોમાં પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતો એટલી ચકચારી છે કે જાણીને કોઈ પણ વ્યક્તિને આંચકો લાગી શકે.  સુરતના ડીંડોલીની શ્રીનાથ નગર સોસાયટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે. સુરતના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. ૩૧૦માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની (ચારેક દિવસ અગાઉ રાત્રે ૮ વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી. જેથી સોસાયટીમાં રહેતા રાજન બચ્ચુ ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો અને બબલુ રાજકુમાર ચૌધરી દોડી આવ્યા હતા. આ તમામે આકાશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના ઉપર પણ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉપરોકત તમામે લાકડાના ફટકા અને છુટા પથ્થર આકાશને માર્યા હતા. જેમમાં આકાશને હાથ-પગ, છાતી અને મોંઢાના ભાગે ઇજા થતા તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો.જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ આકાશને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આકાશના પિતા હયાત નથી અને તેની માતા તથા બે બહેન લોક્ડાઉન બાદ વતન ખાતે રહે છે અને ખેતીકામ કરે છે. ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેયની અટકાયત કરી છે.સુરતના પાંડેસરા મિલન પોઇન્ટ નજીક આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. ૧૫૫ ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે યુવાના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેથી કોઈ જાણ ભેદુ દ્વારા આ યુવાની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી શરુ કરી છે. સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા ફરી એક વાર હત્યાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ દોડતું થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલન પોઇન્ટ નજીક આવેલ આવકાર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નં. ૧૫૫ની સામે યુવાનની લાશ મળી આવી હતી. જોકે લાશની જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને તપાસ શરુ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here