સુરત ડેપ્યુટી મ્યુનિ. કમિશનર વિરુદ્ધ ACBની તપાસના આદેશ

0
24
Share
Share

સુરત,તા.૯

સુરત મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન પટેલ સામે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદ ને લઈને ગતરોજ એસીબી દ્વારા આ અધિકારી સામે અપ્રમાણસર મિલકત અંગેની તપાસ આપતાની સાથે જ આ અધિકારીએ પોતાની નોકરીનાં ચાર વર્ષ પહેલા ગતરોજ રાજીનામુ આપી દીધું છે. જોકે આ અધિકારીનું નામ સુરત સરથાણામાં ઘટેલી તક્ષશિલા અગ્નિ કાંડના  ૨૨ બાળકોના મોટ બાદ તેમના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેમાં પણ હતું. સુરતના મનપા ડેપ્યુટી કમિશનર કેતન પટેલની અપ્રમાણસર મિલકતો બાબતે સરકારે એસીબી તપાસના ગતરોજ આદેશ આપતાની સાથે આ અધિકારીએ પોતાની નોકરીના ચાર વર્ષ બાકી હોવા છતાંય ગતરોજ રાજીનામુ આપી દીધું છે ૧૯૮૮ માં આસિટન્ટ ઈજનેર તરીકે નોકરી પર લાગેલા કેતન પટેલ રૂપિયા ૩ હજારના પગારદાર હતા.

પછી તેઓ પાલિકામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, આસિટન્ટ કમિશનર અને હાલમાં ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પર છે. હાલમાં તેઓનો પગાર દોઢ લાખની આસપાસ છે. મોટેભાગની નોકરી કેતન પટેલે શહેરી વિકાસ ખાતામાં જ કરી છે જોકે ઇમ્પેક્ટ ફ્રીનો કાયદો આવ્યો ત્યારે મોટા પ્રમાણ માં ભ્ર્‌ષ્ટાચાર કરી ગેરકાયદેસર મિલ્કતોનાં રૂપિયા લઇને કાયદેસર  કરી આપી હોવાનો આરોપ હતો. સુરતના સરથાણા વિસ્ત્તારમાં આવેલ તક્ષશિલા અગ્નિકાંડમાં પણ ગેરકાયદેસર બિલ્ડિગમાં લાગેલી આગમાં ૨૨ બાળકોના મોત મામલે તેમના પરિવારે કેતન પટેલ પર આક્ષેપ કર્યા હતા

ત્યારે તેમની પસંદનું શહેરી વિકાસ ખાતું આંચકી લેવામાં આવ્યું હતું. જોકે મરનાર બાળકોના પરિવારે આ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેના આધારે એસીબી વિભાગે આ અધિકારી મિલકત ગાડી દાગીના સાથે વિદેશ પ્રવાસ સહિતની વિગતો એકત્ર કરી તપાસ કરવાના આદેશ કરતા મનપા તંત્રમાં ભૂકંપ સર્જાયો હતો કારણકે વિવાદોમાં રાહત આધિકારી વિરુદ્ધ તપાસના આદેશ કરતા ની સાથે ચર્ચા જોર પકડ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here