સુરત: ટર્મની છેલ્લી સામાન્ય સભામાં બોલવા માટે પણ કોર્પોરેટરને રિહર્સલ કરવું પડે..!!

0
63
Share
Share

સુરત,તા.૧૮
સુરત મ્યુનિ.ની આ ટર્મની છેલ્લી સામાન્ય સભા હોવા છતાં પણ ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં છવાઈ જવાની ઘેલછાના કારણે હાસ્યાસ્પદ બની રહ્યાં છે. ભાજપના એક કોર્પોરેટર સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ આવી ગયાં અને સભામાં બજેટની ચર્ચા માટે રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા.
મ્યુનિ.ના આ ટર્મની છેલ્લી સામાન્ય સભાના બીજા દિવસે સભાની કામગીરી શરૂ થાય તે પહેલાં માત્ર ૩૦ કોર્પોરેટર જ હાજર હતા. વંદેમારતના ગાન પછી ભાજપ- કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા હતા.
ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ બીજા દિવસની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થાય તેનો ઘણો સમય પહેલા જ આવી ગયાં હતા. સભા હોલ ખાલી હતો ત્યારે ભાજપના કોર્પોરેટર ચૌમલ પોતાની જગ્યા પર ઉભા રહી ગયાં હતા.
પોતે બોલવાના હોય તેનું રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા. સભા ખંડમાં ડાયસ ખાલી અને કોર્પોરેટરો પણ હાજર ન હોવાથી વિજય ચૌમલને રિહર્સલ કરતાં જોય હાજર લોકોમાં આશ્ચર્ય સાથે હાસ્ય ફેલાયું હતું. રિહર્સલ બાદ વિજય ચૌમલે સુરતના પર્યાવરણ અંગે પોતાનું વકતવ્ય આપ્યું હતું.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here