સુરત: જબજસ્તી શારીરિક સબંધ બાંધી ગર્ભવતી બનાવનારાની ધરપકડ

0
21
Share
Share

પતિએ નસબંધી કરાવી હોઈ પત્નિને કઈ રીતે ગર્ભ રહ્યો તેની તપાસમાં દુષ્કર્મ થયાની સમગ્ર ઘટના બહાર આવી

સુરત, તા. ૨૦

શહેરમાં સામે આવેલી એક વિચિત્ર ઘટનામાં પતિએ નસબંધી કરાવી હોવા છતાં પત્નીને ગર્ભ રહી જતાં પત્ની જે ફેક્ટરીમાં કામ કરતી હતી તેના સુપરવાઈઝરે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સુપરવાઈઝર જયવીરસિંહની અટકાયત કરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સચિન વિસ્તારમાં રહેતી એક પરિણિતા એક બાળકની માતા છે. તેના પતિએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં મહિલા ગર્ભવતી થતાં તેના પતિને વહેમ ગયો હતો. જોકે, તે વખતે પત્નીએ પતિને તમારું નસબંધીનું ઓપરેશન ફેલ ગયું લાગે છે તેમ કહી મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, વહેમાયેલા પતિએ પત્ની પર નજર રાખવાનું શરુ કરતાં પત્નીને ફેક્ટરીમાં કામ કરતા સુપરવાઈઝર સાથે આડાસંબંધો હોવાનું સામે આવ્યું હતું. પતિએ પોતાનું અફેર પકડી પાડતાં મહિલાએ તેને જણાવ્યું હતું કે સુપરવાઈઝરે તેના પર બે વાર જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે સુપરવાઈઝર જયવીરસિંહ પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપીને તેની પાસે અવારનવાર શારીરિક સંબંધ બાંધવાની માગ કરતો હતો. એકલતાનો લાભ લઈ સુપરવાઈઝરે વારંવાર દુષ્કર્મ કરતાં પોતાને ગર્ભ રહી ગયો હોવાનું મહિલાએ તેના પતિને જણાવ્યું હતું.

આખરે આ મામલે સચિન જીઆઈડીસીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, અને આરોપીની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here