સુરત ચોરીના રેકેટનો પર્દાફાશ, ૨૩ બાઇક સાથે ૨ ચોર ઝડપાયા

0
33
Share
Share

સુરત,તા.૧૯

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે ઓએલએક્સ પરથી વેચાણ માટે મૂકવામાં આવેલી મોટરસાયકલનો સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી ત્યારબાદ તેના પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવતટી આરસી બુક સાથે ચોરી કરેલી મોટર સાયકલ લોકોને વેચાણ કરતા હતા. જે વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ ૨૩ જેટલી ચોરીની મોટર સાયકલ જપ્ત કરી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ૨૪ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી મોટર સાયકલ,બે મોબાઈલ,બનાવટી ૨૧ માસ્ટર કાર્ડ આરસી બુક સહિત પાંચ માસ્ટર કી મળી કુલ છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વણઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટિમ હાલ વર્ક આઉટ કરી રહી હતી.

સુરત પોલીસ કમિશનર અજય તોમર ની સીધી સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો હાલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા તપાસના કામે લાગી હતી.

દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે એક એવી ગેંગના બે માણસોને ઝડપી પાડ્યા છે. જે ગેંગ ઓનલાઈન વેબસાઈટ પર વેચાણ માટે મુકેલી મોટર સાયકલની નંબર પ્લેટ સાથેનો સ્નેપશોટ પાડી અને ત્યારબાદ આરસીબુક ડાઉનલોડ કરી ચોરીના વાહનોનું રેકેટ ચલાવતા હતા. જો તમે ઓનલાઈન વેબસાઈટ પર મૂકેલ ફોટો જોઈ અને વાહન ખરીદી કરવાનો શોખ રાખો છો, તો આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે.સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ગેગના બે માણસો આવી જ કંઈક મોડ્‌સ ઓપરેનડી થી વાહન ચોરીનું રેકેટ ચલાવતા હતા. વ્યવસાયે કાપડ દલાલ અને હીરા ઓફિસમાં કામ કરતા દિવ્યેશ મધુભાઈ પટોળીયા સહિત રીકેશ રમેશભાઈ માનગરોળિયાં ની સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટ માં ધરપકડ કરી કુલ ૨૩ જેટલા ચોરીના વાહનો જપ્ત કર્યા છે.

જો તમે ઓનલાઈન વેબસાઈટ પર મૂકેલ ફોટો જોઈ અને વાહન ખરીદી કરવાનો શોખ રાખો છો, તો આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે.સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ ગેગના બે માણસો આવી જ કંઈક મોડ્‌સ ઓપરેનડી થી વાહન ચોરીનું રેકેટ ચલાવતા હતા. વ્યવસાયે કાપડ દલાલ અને હીરા ઓફિસમાં કામ કરતા દિવ્યેશ મધુભાઈ પટોળીયા સહિત રીકેશ રમેશભાઈ માનગરોળિયાં ની સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટ માં ધરપકડ કરી કુલ ૨૩ જેટલા ચોરીના વાહનો જપ્ત કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here