સુરત: ચલથાણમાં સોનું ચમકાવી આપવાના બહાને ઠગો મહિલા પાસેથી ૨ લાખના દાગીના લઈ

0
23
Share
Share

સુરત,તા.૨૪

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઠગો સોનું ચમકાવી આપવાના બહાને સોનું લઈ રફુચક્કર થઈ ગયા હતા. જે ઘટનાંને હજુ ૧૦ દિવસ થયા નથી ત્યાં તો ઠગો ફરી ચલથાણ ખાતે કળા કરી જતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા ઠગો સોનાનું મંગળસૂત્ર તથા સોનાની ચેઇન મળી કુલ ૨ લાખ રુપિયાનું સોનું લઈ ભાગી ગયા હતા.

સુરત જિલ્લાના પલસાણા ખાતે સોનું ચમકાવી આપવાને બહાને ઠગો સોનું લઈ રફુચક્કર થઈ જતી ગેંગ સક્રિય થતા પોલીસના માટે જાણે માથાનો દુખાવો સમાન થઈ ગયા છે. પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત ૧૫ તારીખના રોજ ભાનુબેન નામની મહિલાને વાતમાં ભોળવી સોનું  ચમકાવી આપવાના બહાને ૨ તોલા જેટલું સોનુ લઈ ઠગો રફુચક્કર થઇ ગયા હતા. હવે આવા ઠગો ફરી જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય એમ ફરી પલસાણા તાલુકાના ચલથાણ ગામે રામકબીર સોસાયટી ખાતે રહેતી જયશ્રીબેન નામની મહિલાને સોનુ ચમકાવી આપવાને બહાને સોનાનું ૧ મંગળસૂત્ર તેમજ ૧ ચેઇન મળી અંદાજિત ૨ લાખ રૂપિયાનું સોનુ લઈ રફુચક્કર થઈ ગયા હતા. ખાનગી સૂત્ર પાસે મળતી માહીતી અનુસાર જોળવા ખાતે કળા કરી ગયેલા ઠગો હોવાનું માલુમ પડ્યું હતું. આવા ઠગો પેહલા ઘરમાં એકલી દેખાતી મહિલાને જોઈ તેમને વાતમાં નાખી પેહલા ચાંદીના ઘરેણાં ફ્રી માં ચમકાવી આપી પછી એકલી મહિલાને સોનું ચમકાવી આપશું એમ કહી મહિલા પાસે ઘરમાથી કુકર મંગાવી તેમાંથી નજર ચૂકવી ઘરેણાં કાઢી લઈ કુકરમાં પાણી નાંખી પાણીને ગરમ કરવા ગેસ પર મુકવા મોકલી આપી મહિલાને ૧૦ થી ૧૫ મિનિટ સુધી પાણી ગરમ થવા દેવાનું કહી આ ઠગો રફુચક્કર થઈ જતા હોય છે. હવે જોવું રહ્યું કે પોલીસ આવા ઠગો ને ક્યારે પકડી જેલના સળિયા પાછળ ધકેલશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here