સુરત: ગરનાળાની ગડર ટેમ્પો પર ધડાકાભેર તૂટી પડતાં બે લોકો ગંભીર રીતે ઘાયલ

0
19
Share
Share

સુરત,તા.૧૬

રેલવે સ્ટેશન નજીક આજે બપોરે અચાનક ગરનાળાની ગડર પસાર થતા ટેમ્પો ઉપર તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. ટેમ્પોના કચ્ચરઘાણ થઈ ગયા હતા. ટેમ્પોના ડ્રાઈવરને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ દોડતો થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ગરનાળા નીચે બેસેલા મોચીને પણ ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, રેલવે ગરનાળા બ્રિજ તરીકે ઓળખાતા બ્રિજની ગડર અચાનક તૂટી પડી હતી. ભારે ટ્રાફિકવાળા વિસ્તારથી ઓળખાતા અને રેલવે સ્ટેશન અને વરાછાને જોડતા બ્રિજની આ ગડર બીજી વાર તૂટી પડી છે. આજે થયેલી દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસીની રોજગારી મેળવતા મોચીના બંને પગ પર ગડર નીચે દબાય જવાથી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે પસાર થતા ટેમ્પો પર ગડર પડતા તેના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાની ન નોંધાય હોવાનું કહેવાય રહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here