સુરત: કોરોના વોરિયર્સનો પરિવાર સરકારી સહાયથી વંચિત

0
30
Share
Share

કોરોનાની શરુઆતના છ મહિનામાં મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારને સહાય આપવાનું કહેવાયું હતું

સુરત,તા.૨૦

સુરત મહાનગરપાલિકાના ઓછામાં ઓછા ૨૦ ફ્રંટલાઈન વોરિયર્સ, જેમણે કોરોના મહામારીમાં ફરજ બજાવતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેમના પરિવારજનોને આપવામાં આવેલા વચન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી સહાય મળી નથી. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને ૫૦ લાખ રુપિયાની સહાય આપવાની ખાતરી આપવામાં આવી હતી, જ્યારે નાગરિક સેવામાં સામેલ અન્યને સરકાર દ્વારા ૨૫ લાખ રુપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના પરિપત્ર મુજબ, શહેરમાં કોવિડ-૧૯ ફાટી નીકળ્યા બાદના શરુઆતના છ મહિનામાં કોરોના વોરિયર્સનું મૃત્યું થયું તો સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. શહેરમાં મહામારીની શરુઆતમાં, મનપાએ તમામ કર્મચારીઓની રજા પણ રદ્દ કરી હતી. સૌથી જોખમકારક સમયમાં પણ મારા ૫૬ વર્ષના પિતાએ કામ કરવાનું ચાલુ રાખ્યુ હતું. તેમનું નિધન ૩૦મી જુલાઈ, ૨૦૨૦ના રોજ કોરોનાના કારણે થયું હતું. અમને વચન મુજબ ૨૫ લાખની સહાય ચૂકવવી જોઈએ, જેથી પરિવાર મુશ્કેલ સમયમાં જીવનનિર્વાહ ચલાવી શકે’, તેમ ઈનાયતના દીકરા હુઝૈફા પટેલે કહ્યું. ૨૪ દિવસ સુધી જીવલેણ વાયરસ સામે લડ્યા બાદ ૧૨મી જુલાઈએ જુનિયર એન્જિનિયર ભરત ગાંધીનું (ઉંમર ૪૭) નિધન થયું હતું. કોવિડ-૧૯ના પીક દરમિયાન મારા પિતાએ એક દિવસની પણ રજા પાડી નહોતી. તેમને બીજી કોઈ બીમારી પણ નહોતી. કામ કરવા દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો, પરંતુ હવે અમારે સહાય ક્યારે મળશે તેની રાહ જોવી પડી રહી છે’, તેમ ગાંધીના દીકરા અભયે કહ્યું. સુરત સુધરાઈ કામદાર મંડળના આગેવાન ઈક્બાલ શેખે વાતચીત કરતાં કહ્યું કે, વચનમાં આપવામાં આવેલી સહાય વીમાના પૈસામાંથી ચૂકવવાનું છે. તેમ છતાં,સરકાર ઘણા મહિનાઓથી ચૂકવણી કરવામાં વિલંબ કરી રહી છે. આ તે પરિવારોના બલિદાનની મજાક છે જેમણે તેમના ફરજ બજાવતા પ્રિયજનોને ગુમાવી દીધા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here