સુરત: કાપડ માર્કેટમાં છેતરપિંડી કરનાર વેપારીને પોલીસે ૬ મહિના માટે તડીપાર જાહેર કર્યો

0
21
Share
Share

સુરત,તા.૧૬

સુરતના રિંગરોડ પર આવેલા કાપડ માર્કેટમાં વેપારના નામે વેપારી પાસેથી માલ ખરીદી કરી રૂપિયા નહિ ચૂકવી તેમની સાથે છેતરપિંડી કરવાની દરરોજ અસંખ્ય ફરિયાદ આવે છે. ત્યારે એક વેપારી અનેક લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસમાં તેની ફરિયાદ આવે અને પોલીસ તેની ધરપકડ કરે અને જામીન પર છૂટીને ફરી અન્ય વેપારી સાથે આજ પ્રકારે છેતરપિંડી કરતો હતો. જેને લઈને આવા લે ભગુ તત્વો સામે પોલીસે દાખલો બેસાડવા આ એક વેપારીને ૬ મહિના માટે સુરતથી તડીપાર કરી દીધો છે. જેના કારણે કાપડ વેપારમાં હાહાકાર સાથે છેતરપિંડી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સુરતના રિંગરોડ પર આવેલા કાપડ માર્કેટમાં દુકાન રાખીને વેપાર કરતા વેપારી સમગ્ર વેપાર દલાલ મારફતે કરતા હોય છે. ત્યારે કેટલાક વેપારી દલાલ સાથે પણ છેતરપિંડીની કરી માલના રૂપિયા નહિ આપી અથવા ઉઠમણું પણ કરતા હોય છે. ત્યારે આવી સતત બનતી ઘટનાને લઈને વેપારીઓ દ્વારા સરકાર પાસે ઇકોનોમિક સેલ પોલીસ  સ્ટેશનની માંગણી પણ કરવામાં આવી હતી.

સુરતના સલાબતપુરા પોલીસે એક કેસમાં કડક દાખલો બેસાડી પોલીસે કાપડ દલાલ કમ વેપારી સંતોષ દેવીલાલ જૈનને ૬ મહિના માટે તડીપારનો હુકમ કર્યો છે. વેપારીઓ સાથેની ચિટિંગના આ કેસમાં સલાબતપુરા પોલીસમાં ૩ વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી. આરોપી સંતોષ જૈન વિરૂધ્ધ સૌપ્રથમ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ જામીન પર મુક્ત થઈ ફરી આ જ રીતે અન્ય વેપારીઓને ચુનો ચોપડી બીજીવાર પણ આ જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ ત્રીજી વાર પણ ઠગાઈ કરી હતી. સંતોષ દલાલ અથવા તો સેલ્સ મેનેજર તરીકે લેભાગુ પાર્ટીઓને કાપડનો માલ અપાવી છેતરતો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here