સુરત કલેક્ટરને ઝૂંપડપટ્ટીની પરિસ્થિતિથી માહિતગાર કરાયા

0
15
Share
Share

સુરત,તા.૩૦

ભરારી ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટીમાં સંચાલિત ’મુસ્કાન સ્કૂલ’ ના બાળકોને પાયાનું શિક્ષણ મળે અને ત્યાં રહેતા લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સક્ષમ બનાવવાના હેતુથી ફાઉન્ડેશનના સભ્યોએ કલેક્ટરને એક વિનંતી પત્ર આપ્યો હતો. કોરોના રોગચાળાને કારણે, તમામ પ્રકારના શૈક્ષણિક વલણો તેમજ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પરંતુ ઝૂંપડપટ્ટીમાં ફાઉન્ડેશન સંચાલિત મુસ્કાન શાળામાં સંસાધનોના અભાવને કારણે ઑનલાઇન શિક્ષણ શક્ય નથી. આને કારણે, મુસ્કાન સ્કૂલમાં શૈક્ષણિક વલણો છેલ્લા ૬ મહિનાથી બંધ છે. આ ઝૂંપડપટ્ટીના બાળકોને શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે અને કોરોનાના આ રોગચાળામાં લીંબાયત, ડિંડોલી, ગોડાદરા, નવાગામમાં હંગામી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કોઈ પણ પ્રકારની આરોગ્ય સેવા મળી રહી નથી. આ સમસ્યાઓ હલ કરવા સુરત કલેક્ટર ધવલ પટેલને અનુરોધ કરાયો હતો. જેમાં ભરારી ફાઉન્ડેશનના સ્થાપક નીતિન સૈદાને, મુખ્ય સલાહકાર શ્રીનિવાસ મિટકુલ, મુસ્કાન સ્કૂલના વ્યવસ્થાપક દીપક પાટિલ, સદસ્ય ગણેશ પાટિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરશ્રીએ વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here