સુરત: ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં બ્લાસ્ટઃ ૧નું મોત,૧૨નો બચાવ

0
28
Share
Share

સુરત,તા.૧૧

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પેરિસ પ્લાઝામાં ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પહેલા માળે ફસાયેલા હાર્ડવેરની દુકાનમાંથી ૧૨ જેટલાને રેસ્ક્યુ કર્યા હતા. દરમિયાન એકનો મૃતદેહ સિલિન્ડર નીચેથી મળી આવ્યો હતો. જ્યારે ચાર જેટલા ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા છે.

ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝામાં ઓક્સિજન બોટલ સપ્લાયનું ગોડાઉન આવેલું છે. બપોરે ૧૨.૩૦ કલાક આસપાસ ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળા અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે પહેલા માળે હાર્ડવેરની દુકાનમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દુકાનમાંથી ૧૨ જેટલાને રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા. આગને કાબૂમાં લીધા બાદ ફાયર વિભાગે તપાસ હાથ ધરતા ૪૫ વર્ષીય મનોજ યાદવ નામના કર્મીની સિલિન્ડર નીચેથી લાશ મળી આવી હતી. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here