સુરત: એલઆરડીની ભરતીમાં બિનઅનામત વર્ગની મહિલાઓને અન્યાય થતા આવેદનપત્ર આપ્યું

0
45
Share
Share

સુરત,તા.૧૮
એલઆરડીની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્યભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સુરતમાં પાસ દ્વારા ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાસ દ્વારા આવેદનપત્રમાં લખાયું હતું કે, ૧-૮-૨૦૧૮ના પરિપત્ર અનુસંધાને નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે જે ચુકાદો આપેલ છે તેમાં પ્રથમ વખત મહિલા રિઝર્વેશનની ગણતરીને સ્પષ્ટીકરણ કરવામાં આવે છે તેને લઈને બિન અનામત વર્ગની મહિલાઓને અત્યાર સુધી અન્યાય થતો આવ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ચોક્કસ એક વર્ગ કે સમાજના સમર્થનને લઈને જાતિવાદ ઉભા કરી રહ્યા હોવાનો આક્ષેપ પાસ દ્વારા આવેદનપત્રમાં કરાયો હતો.
પાસ દ્વારા આવેદનપત્રમાં લખાયું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આવી બાબતને ધ્યાનમાં લેવામાં આવી નથી જેને લઈ આ પરિસ્થિતિ ઉદભવી છે સમાજની અંદર વર્ગ વિગ્રહની સ્થિતિ ઉદભવે ત્યાં સુધી આ બાબત પહોંચી છે ત્યારે રાજ્યના કોઈપણ સમાજ કે જાતિના લોકોને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા આવેદનપત્ર આપવામાં આવે છે અને ન્યાય મેળવવા રસ્તા પર આવવું પડે તે અગાઉ યોગ્ય નિરાકરણની માંગ કરાઈ છે. બિન અનામત વર્ગની મહિલાઓના સમર્થનમાં યોગ્ય કરવાની માંગ વધુમાં પાસ દ્વારા કરીને નાયબ મામલતદારને આવેદનપત્ર ક્લેક્ટર કચેરીમાં અપાયું હતું.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here