સુરત : આર્થિક તંગીથી કંટાળીને ડૉક્ટરનો ક્લિનિકમાં આપઘાત

0
26
Share
Share

બગડતી સ્થિતિના કારણે ડૉક્ટર ઉદાસ હતા તેઓ કોઈ દેવામાં હતા કે કેમ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી

સુરત, તા.૨૪

કાસ્કીવાડા વિસ્તારમાં દાંતનું દવાખાનું ચલાવતા ૫૦ વર્ષીય ડૉક્ટરે સર્જિકલ બ્લેડથી પોતાનું ગળું કાપીને જીવન ટૂંકાવી લીધું. મંગળવારે રાત્રે ડૉક્ટરે પોતાના ક્લિનિકમાં જ આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ડૉ. અઝીમ પાતરાવાલાએ આર્થિક તંગીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. ડૉ. અઝીમની આર્થિક સ્થિતિ લોકડાઉન દરમિયાન વધુ ખરાબ થઈ હતી. ડૉ. અઝીમ પત્ની સારા સાથે ક્લિનિક ચલાવતા હતા. તેમના પત્ની પણ ડેન્ટિસ્ટ છે. મંગળવારે રોજની જેમ સાંજે ૭ વાગ્યે ડૉ. અઝીમ ઘરે ના પહોંચતા રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ તેમની મોટી દીકરી ક્લિનિક પર તપાસ કરવા ગઈ હતી. દીકરી ત્યાં પહોંચી ત્યારે ડૉ. અઝીમ લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ કહ્યું, “ગળા પરનો કાપો બે ઈંચ જેટલો ઊંડો અને આશરે ૩ ઈંચ લાંબો હતો.પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાતોએ ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની પુષ્ટિ કરી છે. પરિવારે અમને જણાવ્યું કે, દિવસે ને દિવસે બગડતી આર્થિક સ્થિતિના કારણે ડૉ. અઝીમ ઉદાસ હતા. તેઓ કોઈ દેવામાં હતા કે કેમ તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે”, તેમ પોલીસે જણાવ્યું. ડૉક્ટર અઝીમની બે દીકરીઓ છે. એકની ઉંમર ૧૭ વર્ષ અને બીજીની ૧૨ વર્ષ છે. ડૉ. અઝીમને સેલિંગનો ખૂબ શોખ હતો અને આ સ્પોર્ટની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા, જે આ વિસ્તારમાં ખૂબ ઓછું જોવા મળે છે. દર વર્ષે મગદલ્લામાં યોજાતી સેલિંગ સ્પર્ધામાં સહકાર અને માર્ગદર્શન આપતા હતા. તેમણે સુરત સેલિંગ ક્લબ પણ શરૂ કર્યું હતું. સેલિંગ માટે તેઓ ઘણીવાર વિદેશ પણ ગયા હતા. ભૂતકાળમાં શહેરના એક ક્લબમાં ડૉ. અઝીમ સાથે એક્સર્સાઈઝ કરનારા એક બિઝનેસમેને કહ્યું, “તે સ્પોર્ટ્‌સમેન અને સેલિંગ-પ્રેમી હતા. મને વિશ્વાસ નથી આવતો કે તેમણે આપઘાત કરી લીધો છે. તેમના ઘણા મિત્રો માટે આ આઘાતજનક સમાચાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here