સુરત: આઇસ્ક્રીમ ખાવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નિએ આપઘાત કરી લેતા ચકચાર

0
15
Share
Share

સુરત,તા.૧૬

શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા લાકડાના વેપાર સાથે જોડાયેલા પરિવારની પરિણીતાએ પતિ સાથે આઇસ્ક્રીમ ખાવા બાબતે થયેલા ઝઘડા બાદ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. ચાર દિવસ પહેલા થયેલા ઝઘડા બાદ પરિણીતાએ પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. સામાન્ય ઝઘડામાં આપઘાત જેવું પગલું ભરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

પતિ-પત્ની વચ્ચે ક્યારેક મીઠા ઝઘડા થવા સામાન્ય વાત છે. જોકે, ક્યારેક કોઈ નાનો ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. મૂળ કચ્છ-ભૂજના નખત્રાણાની વતની એવા ઉષાબેન વિઠ્ઠલભાઇ પટેલ પોતાના પતિ સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર ટીમ્બર ખાતે રહેતા હતા. મહિલાનો પતિ પરિણીતાના કાકા સાથે લાકડાનો વેપાર કરતો હતો. ચાર દિવસ પહેલા પરિણીતાએ તેના પતિને આઇસક્રીમ ખવડાવવાનું કહ્યું હતું.

જોકે, પતિએ આઇસક્રીમ માટે ના પાડી દીધી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જોકે, પરિણીતાને આ વાતનું લાગી આવતા ચાર દિવાસ બાદ તેણે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગાળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા પરિવાર સાથે પાડોશી દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આઇસક્રીમ જેવા નાના મુદ્દે ઝઘડો થયા બાદ પરિણીતા આપઘાત કરી લે તે વાત પોલીસને પણ ગળે નથી ઉતરી રહી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here