સુરત અને તાપી જિલ્લાના પેટ્રોલપંપ સંચાલકો આગામી મંગળવારે ડેપો પરથી પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરે

0
45
Share
Share

બારડોલી,તા.૨૪

સુરત અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાયોડિઝલના નામે થતાં કાળા કારોબાર અંગે સરકારમાં અનેક રજૂઆત છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા પેટ્રોલપંપ સંચાલકોએ આગામી મંગળવારે ડેપોમાંથી પેટ્રોલ ડીઝલના જથ્થો ન ખરીદવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ઠેર ઠેર ગેયકાયદેસર બાયો ડીઝલની આડમાં ઝેરી કેમિકલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જે અંગે સુરત અને તાપી જિલ્લા પેટ્રોલપંપ ડીલર્સ એસોસીએશન દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે,  એક બાજુ પ્રદૂષણ ઘટાડવા માટે ઓઇલ કંપની યુરો ૬ ડીઝલ નું વેચાણ કરે છે. જેની સામે ઝેરી ધુમાડો ઓકતા કેમિકલ્સના બેરોકટોક સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આવા ભેળસેળ યુક્ત બાયો ડીઝલને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય રહી છે. ઉપરાંત સરકારની આવકમાં પણ અબજો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કડડ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા હવે પેટ્રોલપંપ સંચાલકો દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા ગઇકાલે અન્ન અને નાગરિક પુરવઠાન વિભાગને લેખિત પત્ર મારફતે રજૂઆત કરી કોઈ પગલાં  ભરવામાં આવ્યા ન હોય ૨૯મી સપ્ટેમ્બરના રોજ નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે. તેમ છતાં જો ગેરકાયદે વેચાતા બાયો ડીઝલ વેચાણ સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારના રોઝ પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here