સુરત:વધુ કમાવવાની લાલચે રત્નકલાકાર સાથે ૯ લાખની ઠગાઈ કરનાર જૂનાગઢથી ઝડપાયો

0
22
Share
Share

સુરત,તા.૮

અત્યારે કોરોના કાળમાં લોકોના રોજગાર ધીમે ધીમે પાટા ઉપર આવી રહ્યા છે. ત્યારે લોકડાઉન બાદ લોકો કમાવવાના અનેક નવા રસ્તાઓ અપનાવે છે. જોકે, ક્યારેક વધારે પડતી લાલચના કારણે હાથમાં રહેલા પૈસા પણ ખોવાનો વારો આવતો હોય એવી અનેક ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જ્યાં રત્નકલાકારે ફોરેક્સમાં રોકાણ કરવાની લાલચમાં રત્નકલાકારે ૯ લાખ ગુમાવ્યા હતા. જોકે, પોલીસે રત્નકલાકાર પાસેથી નવ લાખ પડાવનાર યુવકની જૂનાગઢથી ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઉત્રાણમાં રહેતા રત્નકલાકારને ફોરેક્સમાં ઈન્વેસ્ટ કરી મહિને રૂપિયા ૩૦થી ૪૫ હજાર કમાવાની લાલચ આપી તેની પાસે રૂપિયા ૯ લાખ પડાવી છેતરપિંડી કરનાર જુનાગઢના ઠગબાજને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. ઉત્રાણ વીઆઇપી સર્કલ અનમોલ હાઇટ્‌સમાં રહેતા મૂળ બોટાદના રત્નકલાકાર શૈલેષભાઇ મનસુખભાઇ ઢોલ(ઉ.વ.૨૭)ને ગત ૨૦ માર્ચના રોજ ઍક ટેક્સ્ટ મેસેજ  આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે ફોરેક્ષમાં રૂ.૧ લાખનું રોકાણ કરી મહિને રૂ.૩૦થી ૪૫,૦૦૦ કમાઓ. તેમાં આપેલા મોબાઇલ નંબર ઉપર શૈલેષભાઇઍ વાત કરતા સામેથી વાપીના વિક્રાંત પટેલે ફોરેક્સ ટ્રેડીંગમાં રૂ.૧ લાખ ઇન્વેસ્ટ કરો તો મહિને રૂ.૨૫થી રૂ.૩૦,૦૦૦ નફો થશે તેમ કહેતા શૈલેષે ડેમો જાવા વાત કરી તો વિક્રાંતે ઍનીડેસ્ક ઍપ ડાઉનલોડ કરાવી હતી. ડેમો જાયા બાદ શૈલેષભાઇઍ રોકાણની ઇચ્છા વ્યક્ત કરતા વિક્રાંતે મિનિમમ રૂ.૨ લાખનું રોકાણ કરવા કહ્યું હતું.

પરંતુ શૈલેષભાઇ પાસે રૂ.૧ લાખની જ સગવડ હોય વિક્રાંતે વ્હોટ્‌સઍપ ઉપર ઍયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લી. નો ઍકાઉન્ટ નંબર મોકલતા શૈલેષભાઇઍ તેમાં ૨૫ માર્ચના રોજ રૂ.૧ લાખ ટ્રાન્સફર કરી પોતાના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇમેઇલ, મોબાઇલ નંબર વિગેરેની વિગતો મોકલી હતી. બાદમાં વિક્રાંતે મેટાટ્રેડ ઍકાઉન્ટ ખોલવા મેટા ટ્રેડર ૫ નામની ઍપ ડાઉનલોડ કરાવ્યા બાદ તેના લોગઇન આઇડી અને પાસવર્ડ આપતા તેમાં ૧૩૦૦ ડોલર ડિપોઝીટ હતા અને તેમાં ૪૦૦ ડોલરનો પ્રોફિટ હતો. થોડા સમય બાદ વિક્રાંતે ફોન કરી શૈલેષભાઇને કહ્નાં હતું કે કંપની તમને રૂ.૫ લાખની ક્રેડિટ કરે છે અને તેના પૈસા ૨૦૦થી ૩૦૦ ટકા પ્રોફિટ જનરેટ થાય તો જ ચૂકવવાના છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here