સુરતમાં ૩ વર્ષનું બાળક કારમાં લોક થતા પોલીસ ઈન્સ્પેક્ટરે હેમખેમ બહાર કાઢ્યું

0
43
Share
Share

સુરત,તા.૨૩

સુરત શહેરના ઉધનામાં ૩ વર્ષનું બાળક કારમાં લોક થઈ ગયું હતું. કોઈને ખબર નહીં, તે સમયે ઉધના ત્યાંથી પસાર થતા હતા. તેમની નજર જતા કારનો કાચ તોડી બાળકને બહાર કાઢ્યો હતો. ટોળું ભેગુ થઈ ગયું ત્યારે પરિવારને ખબર પડી હતી. બાળક કારમાં લોક થયા બાદ પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ઉધનામાં સાંઈ સમર્પણ સોસાયટી પાસે ટેક્સી પાસિંગની એક વેગનકાર મોડી સાંજે પાર્ક હતી. રાત્રે સાડા આઠેક વાગે કારમાં એક ૩ વર્ષનું બાળક હતું.

કાર બંધ હતી. કોઈને ખબર નહીં કે બાળક કોનું છે. તેજ સમયે ઉધના ૈઁં એમ.વી.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તેમની નજર કાર અને બાળક પર પડી હતી. ઇન્સ્પેક્ટરે કાર ખોલવાની કોશિશ પરંતુ કાર લોક હોવાથી ખુલી ન હતી. કારની ચાવી બાળકના હાથમાં દેખાતી હતી. ઇન્સ્પેક્ટર બાળકને ઇશારાથી કારનો દરવાજો ખોલવા કહ્યું હતું. પરંતુ બાળક કાંઈ સમજી શક્યો નહતો. ૈઁંએ સમયસુચકતા વાપરીને તત્કાલિક કારના કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો હતો. પિતાને શોધી પોલીસે બાળકને સોંપ્યો હતો. તેને પોલીસને કહ્યું કે ક્યારે ચાવી લઈની નીકળી ગયો તેનો ખ્યાલ જ નહીં રહ્યો. બાળકનું નામ મયુરકુમાર મોહનલાલ પ્રજાપતી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here