સુરતમાં ૧૩ વર્ષના બાળકે તેના મિત્રની હત્યા કરી નાખી

0
32
Share
Share

જૈનિલ અંશુના નાના ભાઈને મારતો હતો. તેથી ગુસ્સે થયેલા જૈનિલે અંશુના માથામાં લાકડાના ફટકા માર્યા

સુરત, તા.૨૯

સુરતમાં ગુનાખોરી વધી રહી છે. હત્યા, આતંક, મારામારીની સાથે સુરતીઓની સવાર પડે છે, અને રાત વીતે છે. આવામાં હવે બાળકો સુધી ક્રાઈમ પહોંચી ગયો છે. સુરતમાં હત્યાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૧૨ વર્ષના બાળકને તેના જ ૧૩ વર્ષના બાળ મિત્રએ હત્યા કરી છે. નાનાભાઈને અપશબ્દ બોલતા બાળકે તેના મિત્રને લાકડાના બે ફટકા માથામાં માર્યા હતા. જેથી બાળકનું મોત નિપજ્યું છે. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન સરસ્વતી આવાસમાં રહેતા શ્રીલાલ યાદવ મૂળ અલાહાબાદનો વતની છે. તેમના દીકરો અંશુ ગુરુવારે સવારે રમવા ગયો હતો, પરંતુ બાદમાં પાછો આવ્યો ન હતો. પરિવારજનોએ ભારે શોધખોળ કરતા ઘરેથી થોડે દૂર ઝાડીમાં તેની લાશ મળી હતી. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જે જાણવા મળ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, અંશુની હત્યા તેના જ ૧૩ વર્ષના એક મિત્ર જૈનિલે (નામ બદલ્યું છે) કરી હતી. બન્યું એમ હતું કે, અંશુ અને જૈનિલ બંને મિત્રો હતા. પરંતુ જૈનિલ અંશુના નાના ભાઈને ગાળો આપીને મારતો હતો. તેથી ગુસ્સે થયેલા જૈનિલે અંશુના માથામાં લાકડાના ફટકા માર્યા હતા. અંશુને મારીને જૈનિલ ત્યાંથી ભાગી ગયો હતો. લાકડીનો માર એટલો જોરદાર હતો કે, અંશુ ત્યાં જ ઢળી પડ્યો હતો અને ગણતરીની પળોમાં અંશુનું મોત નિપજ્યું હતું.  પોલીસ તપાસમાં પોલીસે જોયું કે, જૈનિલને ઈજા પહોંચી હતી. તેથી તેને પૂછપરછ કરતા તેણે અંશુની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. જૈનિલે સવારે અંશુની હત્યા કરી હતી. તેની લાશ બપોરે બે વાગ્યાની આસપાસ મળી હતી. પરંતુ ત્યા સુધી તો અંશુની લાશને ડુક્કરે ખાધી હતી. તેનું નાક અને વાળ ડુક્કર ખાઈ ગયા હતા. તેના માથામાં વાળ પણ ન હતા. આમ, ક્ષતવિક્ષત થયેલી હાલતમાં તેની લાશ મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here