સુરતમાં હવે પતરાં તેમજ મંડપ કૌભાંડ સામે આવ્યું

0
65
Share
Share

ડસ્ટબીન કૌભાંડ, ખીચડી-કઢી કૌભાંડ, શ્વાન ખસીકરણ કૌભાંડની ચર્ચા પૂરી થઈ નથી ત્યાં બીજુ કૌભાંડ સામે આવ્યું

સુરત,તા.૨૦

સુરતમાં ડસ્ટબીન કૌભાંડ, ખીચડી-કઢી કૌભાંડ, શ્વાન ખસીકરણ કૌભાંડની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે અને વધુ એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અશ્વિન દ્વારા કરવામાં આવેલા આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કોરોનાકાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં ૨૪ લાખથી વધુનો ખર્ચ થયો છે. સુરતમાં કોરોનાકાળમાં કોરોના દર્દીઓની સંખ્યા એક વખત ચિંતાજનક હતી. શહેરમાં ક્લસ્ટર ઝોનની સંખ્યા પણ સૌથી વધુ સામે આવી હતી. ક્લસ્ટર ઝોન માટે સુરત મહાનગરપાલિકાએ પતરા અને બેનર બનાવ્યા હતા. જેથી લોકોને માહિતી મળી શકે અને તકેદારીના ભાગરૂપે લોકો આ વિસ્તારમાં અવરજવર ના કરે. શહેરના દરેક વિસ્તારમાં આવી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અશ્વિન લાઠીયા પાલિકામાંથી મેળવેલી માહિતી ચોંકાવનારી છે. અશ્વિન દ્વારા ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. આરટીઆઇ દ્વારા ફક્ત સેન્ટ્રલ ઝોનની માહિતી સામે આવી છે. મનપાએ બધા ઝોનની માહિતી આપી ન હતી. ૨૫ જૂનથી ૩૦ જુલાઇ સુધીની માહિતી છે. જેમાં ૨૫ લાખના પતરા અને મંડપનો ખર્ચ આવ્યો છે. રનિંગ ફુટે ૯ થી ૧૫ રૂપિયા ચૂકવ્યા છે. એક દિવસનો પતરાનો ચાર્જ આશરે ૫ હજાર જેટલો ચૂકવાયો છે. એ એમ ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને ૯ એપ્રિલથી ૧૦ જૂનના ૬,૯૨,૨૯૨ રૂપિયા ચૂકવ્યા છે. સુવિધા કેટરર્સને અલગ અલગ બીલથી ૧૭,૮૬,૪૬૦ નાણાં ચૂકવાયા છે. એક જ દિવસમાં બિલો બનતા અનેક શંકા કુશંકા છે. પાલિકા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે ચોંકવનાર છે કારણ કે સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી. ૨૪ લાખ કરતા પણ વધુ ખર્ચો થયો હતો. જેમાં એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટર ૬.૯૨ લાખ અને સુવિધા કેટર્સ નામની સંસ્થાને ૧૭ લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here