સુરતમાં સાયણ સુગર વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ

0
22
Share
Share

સુરત,તા.૨૭
જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ૧૮ ઝોન પેક્કી ૨ બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે ૧૬ બેઠકો માટે રવિવારે સવારે ૯ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે.
આ ચૂંટણીમાં કુલ ૨૭ બુથ પર મતદાન થઈ રહ્યુ છે, જેમાં ૪૫ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. સાયણ ઝોનમાં વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ મતદાન કર્યું હતું.
સાયણ સુગરની ચૂંટણીમાં માજી પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલની પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. સાંધીએર ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દર્શન નાયક અને વિરલ પટેલ વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here