સુરતમાં વેપારી પુત્રના અપહરણ બાદ ખંડણી માંગનાર ગેંગ ભરૂચ પાસેથી ઝડપાઈ

0
29
Share
Share

સુરત,તા.૨૯
સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના વેપારી અનવર દૂધવાલાના પુત્ર કૌમીલ દૂધવાલા (ઉ.વ.૩૨)નું અપહરણ કરવામાં આવ્યા બાદ ગત રોજ મોડી સાંજે છૂટકારો થયો હતો. અપહરણકર્તાઓએ ૩ કરોડની ખંડણી પણ માંગી હતી. અપહરણમાં સંકળાયેલા ચાર ઈસમોને બે રિવોલ્વર સાથે ભરૂચ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ગત રોજ ગુરુવારે રોજની જેમ કૌમિલ બાઇક પર વહેલી સવારે ૬.૫૪ કલાકે જિમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતાં જ ૩૫૦ મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ-બ્રેકર આવતાં બાઇક ધીમી પાડતાં અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી.ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરદસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
જ્યા પોલીસને પુત્રની બાઇક અને બૂટ પડેલા મળી આવ્યાં હતાં. નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતાં એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જોકે કારનો નંબર દેખાતો ન હતો. એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી ૩ કરોડની ખંડણી માગી હતી. અપહરણકર્તાઓએ સવારે ૮.૩૦ વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના ૭થી ૮ કોલ કર્યા હતા. ખંડણીમાં ૩ કરોડની માગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે અપહરણકર્તાઓ બપોરે ૦૪.૩૦ બાદ કૌમિલને કામરેજ છોડી નાસી ગયા હતા. છુટકારા બાદ કૌમિલે વરાછા આવી રિક્ષાચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here