સુરતમાં વધતા કોરોના કેસોને લઇ હીરાના કારખાના બંધ કરાવવાની વિચારણા

0
11
Share
Share

સુરત,તા.૨૯

સુરત જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેને લઈને હીરાના તમામ કારખાના બંધ કરાવવાની વિચારણા થઈ રહી છે. કોરોનાને કાબુલમાં લેવા માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધશે તો એકમો સંપૂર્ણ બંધ કરાવાશે. ગત રોજ સુરતમાં ૪૯ રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. હીરાના એકમો થોડા સમય બંધ કરાવવા અધિકારીઓ દ્વારા રજૂઆત કરાઈ છે.

જે વિસ્તાર ક્વોરન્ટાઇન કરાયા ત્યાંના એકમો બંધ રાખવા મુદ્દે ચર્ચા થઈ છે. અત્રે જણાવવાનું કે માત્ર કતારગામ વિસ્તારમાં નવા ૬૬ કેસ સાથે આંક ૧૧૨૧ પર પહોંચી ગયો છે. વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી મનપા કમિશનરે યોજેલી બેઠકમાં તમામ ઝોનમાંથી હીરા એકમો બંધ કરાવવાની માંગણી કરાઈ છે. આરોગ્યના ડેપ્યુટી કમિશનરે કોરોનાને અટકાવવા હીરા કારખાનાઓ બંધ રાખવાનો સૂર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ૬૫૦ રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here