સુરતમાં રાજસ્થાનથી ૩.૩૮ લાખની નકલી ચલણી નોટો લાવતો ઈસમ ઝડપાયો

0
39
Share
Share

સુરત,તા.૨૧
શહેરની પુણા પોલીસે ગતરોજ સવારે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં ચેકિંગ કરતા નકલી નોટ મળી આવી હતી. જોકે, રૂ .૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦ ની કુલ રૂ.૩,૩૮,૫૦૦ ની મત્તાની ૬૪૨ નંગ જાલી નોટ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના શખ્સને વતન ઝાલોરથી મિત્રએ આ જાલી નોટનો જથ્થો સુરતના અડાજણમાં એક વ્યક્તિને પહોંચાડવા આપ્યો હતો.સુરતના નિયોલ ચેક પોસ્ટ ઉપર દરોજ સુરતની બહાર આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ સવારે રાજસ્થાનથી આવતી રાઠોડ ટ્રાવેલની સ્લીપર કોચ બસ ચેકપોસ્ટ પર આવતા પોલીસે આ બસમાં રાબેતા મુજબ ચેકિંગ કરી હતી ત્યારે એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ દેખાતા વ્યક્તિને તેની પાસેની કાળી બેગ બતાવવાનું કહેતા તે ગભરાઈ ગયો હતો.
પોલીસે તેનો સમાન ચેક કરતા તેની બેગમાંથી સફેદ કાપડની થેલીમાં રૂ.૨૦૦૦,૫૦૦,૨૦૦ અને ૧૦૦ની નોટો મળી આવી હતી. જોકે, પોલીસે આર રૂપિયા ચેક કરતા તમામ નોટોના સીરીયલ નંબર સરખા હોય નોટો બોગસ હોવાની શક્યતાના આધારે તેને બસમાંથી ઉતારી લેવાયો હતો. આ ઈસમને પોલીસ સ્ટેશન લઇ જઈને તપાસ કરતા પુછપરછ દરમિયાન તે વ્યક્તિની ઓળખ ચુનીલાલ મંગલારામ સુથાર તરીકે થઇ હતી. તે હાલ કતારગામ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની હોવાની વિગત આપી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here