સુરતમાં રાજકીય પાર્ટીના બે નેતાઓને બે મહિલાએ ઓફિસમાં ઘૂસી માર માર્યો

0
19
Share
Share

સુરત,તા.૧૧

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પલેક્ષમાં આવેલી એક રાજકીય પાર્ટીની ઓફિસમાં મહિલાઓએ ભારે તોડફોડ કરી બે નેતાઓને જાહેરમાં માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બન્ને રાજકીય નેતાઓને માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાની વાત જાણવા મળી રહી છે. એટલું જ નહીં પણ હાલ ઉધના પોલીસે મહિલાઓના નિવેદન લઈ બન્ને રાજકીય નેતાઓ સામે કાયદેસરના પગલાં ભરવાની તૈયારી બતાવતા મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પીડિત મહિલાઓએ જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીના બે નેતાઓ પર કોઈ કારણસર બે મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ મહિલાઓએ વિસ્તારની મહિલા સંગઠનનો સંપર્ક કરી આજે પાર્ટી કાર્યાલય પર દોડી ગયા હતા. જ્યાં બંને નેતાઓને પટ્ટા વડે મેથીપાક ચખાડ્યો હતો અને જાહેરમાં માર મારતા મારતા પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ને જણાવ્યું હતું. જોકે, હાલ મામલો પોલીસ સ્ટેશનમાં તપાસ હેઠળ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here