સુરતમાં ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતા ફોટો વાયરલ

0
25
Share
Share

સુરત,તા.૨૦

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી આડે માંડ ૨ દિવસ બાકી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૨૪ ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ફરી એક વખત સામ સામે આવી ગયા છે. વાયરલ થયેલા ફોટો બાબતે સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, આ ફોટો મારી સામેના હરીફ ઉમેદવારે વિલાસ પાટીલે એડિટ કરીને વાયરલ કર્યા છે. તમે સરખી રીતે જોશો તો તમને ખબર પડશે. હું દારુ પાર્ટી કરવા બેઠો હોય તે વાત ખોટી છે. આમઆદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલે જણાવ્યું હતું કે, સોમનાથ મરાઠેને એમ લાગતું હોય કે, અમે ફોટોને એડિટ કરાવ્યો છે તો પોલીસ ફરિયાદ કરે. એફએસએલમાં તમામ સાચી વિગતો બહાર આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here