સુરતમાં બે કાપડ વેપારી સાથે ૧.૨૨ કરોડની છેતરપિંડીથી ચકચાર મચી

0
26
Share
Share

સુરત,તા.૨૪

સુરતના કાપડ બજારમાં છેતરપિંડીની બે ઘટનામાં બે કાપડ વેપારી સાથે કુલ રૂ.૧.૨૨ કરોડની છેતરપિંડી અંગે સલાબતપુરા અને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રીંગરોડ અભિષેક માર્કેટના કાપડ વેપારી પાસેથી જયપુરના દલાલ દંપત્તીએ સાડી મંગાવી અન્ય પાંચ વેપારીને પણ ગ્રે કાપડ, સાડી, કાપડ અપાવી રૂ. ૧.૦૯ કરોડ ચૂકવ્યા ન હતા. જયારે વરાછાના ગ્રે કાપડના વેપારી સાથે રીંગરોડ અભિષેક માર્કેટમાં દુકાન ધરાવતો વેપારી રૂ.૧૨.૯૦ લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

સુરતના ગોડાદરા રાજ પેલેસ એ-૧/૮૦૪ માં રહેતા ૩૯ વર્ષીય વિવેકકુમાર સતીષકુમાર નેમાણી રીંગરોડ અભિષેક માર્કેટ વીંગ ૫ દુકાન નં.૮૦૨ માં શ્રી બાલાજી સિલ્ક મિલ્સના નામે સાડીનો વેપાર કરે છે. ત્રણ વર્ષ અગાઉ રાજસ્થાનના જયપુરમાં સિકાર હાઉસ વિજયલક્ષ્મી પ્રિમીયમ એ/૫૬ પહેલા માળે એફ-૩ માં પત્ની કલ્પનાબેનના નામે કાપડ દલાલીનું કામ કરતા પંકજ ચેતનપ્રકાશ મહેરેવાલે પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી સાથે ધંધો કરશો તો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેનો રેફરન્સ સારો મળતા વિવેકકુમારે તેને ૫ ઓક્ટોબર ૨૦૧૭ થી ૪ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન સાડીનો જથ્થો ૩૦ થી ૩૫ દિવસમાં પેમેન્ટના વાયદા ઉપર મોકલ્યો હતો.

પંકજના કહેવાથી આ સમયગાળામાં વિવેકકુમારે જયપુરના જ અન્ય પાંચ વેપારી સાથે પણ વેપાર કર્યો હતો. વિવેકકુમારે શ્રી નારાયણફેશનના માલિક રાહુલ મહેશ અગ્રવાલ, શ્રી શંકર ટેક્ષટાઇલના માલિક રાજેશકુમાર શર્મા, પરીધિ ફેશનના માલિક હર્ષ ગિરીરાજ પવાર, શ્યામ સરોવર ફેશનના માલિક કમલેશ છાજુરામ શર્મા અને ટેનીશ ડીઝાઇનરના માલિક સંતોષદેવી મહેશ શર્માને પણ સાડી, ગ્રે કાપડ અને કાપડનો જથ્થો મોકલ્યો હતો. પરંતુ દલાલ, તેની પત્ની અને અન્ય પાંચ વેપારીઓએ વિવેકકુમારનું બાકી પેમેન્ટ રૂ.૧,૦૯,૪૪,૩૩૨ ચુકવવાને બદલે ગાળાગાળી કરી ધમકી આપી હતી.

ઉઘરાણી કરતા વાયદાઓ કરી સમય પસાર કરી અને બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભદ્રેશભાઈએ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here