સુરતમાં બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં ૩૧.૫૧ લાખનો લગાવ્યો ચૂનો

0
36
Share
Share

સુરત,તા.૨૬

રાંદેર તાડવાડી રોડ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા બ્રોકર સાથે ઓખાગામની જમીન વેચાણના બહાને રૂપિયા ૩૧.૫૧ લાખની ઠગાઈ કરવામાં આવી છે. જમીન માલીક માતા-પુત્રએ તેમના હિસ્સાના ભાગની જમીનના અગાઉ બે જણાને વેચાણ કરી તેમની  પાસેથી પૈસા પડાવી સાટાખત કરી આપ્યા હતા. સુરત ન  રાંદેર તાડવાડી રોડ સીંધી સોસાયટીમાં રહેતા સંજયભાઈ કનૈયાલાલ ડોડાઈ જમીન લે-વેચનો ધંધો કરે છે. સંજયભાઈએ જાન્યુઆરી ૨૦૧૬માં જમીન દલાલ તેના મિત્ર ભાવિન બીસ્કીટવાલાએ સુરત ડીસ્ટ્રીકટ ચોર્યાસી સબ-ડીસ્ટ્રીકટ મો ઓખાગામમાં જુની શરતની ખેતીની જમીન ખરીદી હતી.

આ જમીનના મૂળમાલીક બીપીનચંદ્ર ખંડુભાઈ, સાકરબેન ખંડુભાઈ, શાંતાબેન ખંડુભાઈ, ચંપાબેન ખંડુભાઈ, નિર્મલાબેન ખંડુભાઈ, મીનાબેન ખંડુભાઈ, ઉમાબેન ખંડુભાઈ, હેમલતાબેન ખંડુભાઈ છે જે પૈકી નિર્મલાબેન ઉર્ફે નીરુબેન દસમાં ભાગનો હિસ્સો છે તે તેમના હિસ્સાની જમીન વેચવા માંગે છે. જેથી સંજયભાઈએ નિર્મલાબેન અને તેના દીકરા જીજ્ઞેશ સાથે ભાવિનની અડાજણ સ્નેહસ્મુતિ શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસમાં મીટીગ કરી હતી. રૂપિયા ૫૧,૫૧,૦૦૦માં સોદો કર્યો હતો. જેની ગત તા ૧૧મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ સોદા ચિઠ્ઠી બનાવી રૂપિયા ૧,૫૧,૦૦૦ રોકડા આપ્યા હતા અને નિર્મલાબેનની સહી અને અંગુઠો રેવન્યુ સ્ટેમ્પ ઉપર માર્યો હતો.

ત્યારબાદ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૨૨,૦૧,૦૦૦ આપ્યા હતા અને તમામની પહોચ બનાવી હતી. જેમા રેવન્યુ સ્ટેપમ ઉપર નિર્મલાબેનશ્વની સહી-અંગુઠો અને સાક્ષીમાં  જીજ્ઞેશની સહી હતી. ત્યારબાદ પહેલી ઍપ્રિલના રોજ ૯,૫૦,૦૦૦ આપ્યા હતા અને નોટરાઈઝ વેચાણ સાટાખત બનાવ્યો હતો. સંજયભાઈઍ કુલ રૂપિયા ૩૧,૫૧,૦૦૦ ચુકવ્યા હતા. અને સાટાખતમાં બાકીના રૂપિયા વેચાણ દસ્તાવેજ બનાવતી વખતે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here