સુરત,તા.૨૭
સુરતમાં રહેતા કાપડ વેપરીએ સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સનો વેપાર કરતા મિત્ર પાસે રૂપિયા ૬ લાખ વ્યાજે લીધી હતા. જોકે સમય મર્યાદામાં આ રૂપિયા વ્યાજ સાથે ૮ લાખ ચૂકવી નાખ્યા બાદ આ વ્યાજખોરો દ્વારા આ વેપારી પાસે વધુ પાંચ લાખ રૂપિયા માંગીને હેરાન કરવા સાથે રૂપિયાની વસુલાત માટે આ કાપડ વેપારીનું અપહરણની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સુરતમાં વ્યાજખોરોનો આંતક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક વેપારીએ વ્યાજખોરોનો શિકાર બન્યો છે.
સુરતના વરાછા ખાતે આવેલ ધરમનગર રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ શામજીભાઇ ઉસદડીયા કાપડ વેપારી છે. જિતેન્દ્ર વલ્લભ ઝાલાવડિયા અગાઉ તેમની સોસાયટીમાં જ રહેતા જોકે એકજ સોસાયટીમાં રહેતા હોવાઇન લઈને બંનેવ વચ્ચે મિત્રતા બંધાઈ હતી જોકે પોતાના કાપડ વેપારમા જરૂરિયાત હોવાને લઈને વિનોદભાઇએ વર્ષ ૨૦૧૬માં જીતેન્દ્રભાઈ પાસે ૬ લાખ ઉછીના લીધા હતા . જે – તે સમયે વ્યાજની કોઇ વાત થઇ ન હતી . ૬ લાખની સામે , તેઓએ એચડીએફસી બેંકના ચાર કોરા ચેક પણ લીધા હતા.
૧ માસ પછી જિતેન્દ્ર ઝાલાવાડિયા અને રમેશ સાવલીયાએ ૪ ટકા વ્યાજ ચૂકવવાની વાત કરી હતી. આ મુદ્દે માથાકૂટ થયા બાદ વિનોદભાઇ મજબૂરીવશ વ્યાજ – ચૂકવવા તૈયાર થયા હતા અને તેઓ ટૂકડે ટૂકડે મળી ૬ લાખની સામે વ્યાજ સહિત ૮ લાખ ચૂકવી પણ દીધા હતા જોકે જિતેન્દ્ર ઝાલાવાડિયા અને રમેશ સાવલીયા રૂપિયા મળતા હોવાને લઈને વધુ લોભ જાગ્યો હતો અને કાપડ વેપારી પાસે રૂપિયા ૫.૧૩ લાખની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા.