સુરતમાં દિવાળીની રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો

0
27
Share
Share

સુરતતા. ૧પ

શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે ઉઉંની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મિત્રોએ મસ્તીમાં કહ્યું ને યુવકે મોંમાં જ બોમ્બ ફોડી દીધો

પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.૨૮) ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.

મોંમાં બોમ્બ ફોડતા પિન્ટુ બેભાન થતાની સાથે જ મિત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, હાલત સારવાર ચાલુ છે એવું ડોક્ટર કહી રહ્યા છે. મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here