સુરતમાં થાઈ સ્પા ગર્લની હત્યામાં સાથે દારૂ પીનાર મિત્ર એડા જ શંકાના ઘેરામાં

0
22
Share
Share

સુરત,તા.૧૨

શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત રવિવારના રોજ થાઈલેન્ડની સ્પા ગર્લની સળગી ગયેલી લાશ મળી આવી હતી. જેમાં ગત રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, આ શંકાસ્પદ મોત હવે હત્યા બની ચૂકી છે ત્યારે હવે હત્યા કોણે અને શા માટે કરી તે પોલીસ માટે મોટો સવાલ બની ગયો છે. જોકે, આ હત્યામાં પહેલાથી શંકાના દાયરામાં આવેલી અને સાથે દારૂ પીધા બાદ યુવતીની હત્યાને લઈને મિત્ર અને સ્પામાં નોકરી કરતી એડા પર તમામ શંકાઓ કરવામાં આવી રહી છે. પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.૨૭ મૂળ રહે. થાઇલેન્ડ)ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો.

જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. જે ટીમ દ્વારા વનિડાની મિત્ર એડા, ચેતનની પૂછપરછ કરી રહી છે. દરમિયાન ગત રોજ અજાણ્યા વિરુદ્ધ હત્યોનો ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here