સુરતમાં જાણીતી ડાયમંડ કંપનીએ નોટિસ વગર જ ૧૦૦ રત્નકલાકારોને કરાયા છૂટા

0
24
Share
Share

સુરત,તા.૨૫

ડાયમંડ સિટીમાં એકબાજુ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જાણીતી હીરા કંપનીએ અચાનક ૧૦૦ રત્નકલાકારોને છૂટા કરી દેવાની ઘટના સામે આવી છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનએ દાવો કર્યો છે કે એક અગ્રણ્ય કંપનીએ મંદીના નામે ૧૦૦ કારીગરોને છૂટી કરી દીધા. જીડીડબલ્યુયુના પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરને આ મામલે દખલ આપવા માટે આવેદન કર્યું હતું. તેમણે માગણી કરી હતી કે, રત્નકલાકારોને ત્રણ મહિનાનો પગાર, લોકડાઉનનો પગાર અને પ્રોવિડન્ટ ફન્ડ તથા ગ્રેજ્યુઈટી જેવા અન્ય લાભ મળવા જોઈએ. જીડીડબલ્યુયુ મુજબ, વરાછામાં આવેલી જાણીતી હીરા કંપની કે. ગિરધરલાલે નોટિસ આપ્યા વિના જ બુધવારે ૧૦૦ રત્નકલાકારોને છૂટા કરી દીધા. રાજ્ય સરકારની આ મામલે ગાઈડલાઈન હોવા છતાં કામદારોને લોકડાઉન દરમિયાન કોઈ પગાર આપવામાં આવ્યો નહોતો. જીડીડબલ્યુયુના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટંકે કહ્યું, રત્નકલાકારો છેલ્લા અઢી મહિનાથી નોકરી વગર ના હતા. જ્યારે કંપની ફરીથી ખુલી તો તેમને કોઈ નોટિસ વિના જ છૂટા કરી દેવામાં આવ્યા. ટંક કહે છે, શહેરમાં ૩૦ ટકા ડાયમંડ યુનિટ્‌સ ૫૦ ટકા સ્ટાફ સાથે ફરીથી શરૂ થયા છે. જે રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે તેમને આગામી થોડા મહિનાઓ સુધી ઈન્ડસ્ટ્રીમાં નોકરી મળવાની નથી. જીડીડબલ્યુયુના પ્રેસિડેન્ટ રમેશ જિલારિયાએ કહ્યું, ‘જો કંપનીના માલિક રત્નકલાકારોને રાખવા ન માગે તો તેમણે લેબર લો મુજબ તમામ રત્નકલાકારોને મળવાપાત્ર લાભ મળે તે ખાતરી કરવી જોઈએ.’ જોકે આ મામલે કંપનીના માલિક કોઈ પ્રતિક્રિયા આપવા ઉપલબ્ધ નહોતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here