સુરતમાં ગેરકાયદે ચાલતા મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ૧૯ લોકોની અટકાયત

0
37
Share
Share

સુરત,તા.૧૮

શહેર પીસીબી પોલીસ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાંથી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. દુકાન નંબર ૨૩૩-૨૩૪માં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને પીસીબી ઝડપી પાડ્યું હતું. જ્યાં કોલ સેન્ટરમાંથી ૬ મહિલા સહિત ૧૯ જેટલા લોકોની પીસીબીએ અટકાયત કરી હતી. પીસીબીએ કોલ સેન્ટરમાંથી ૫૪ મોબાઈલ, લેપટોપ ઉપરાંત ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કોલ સેન્ટરના સંચાલકો નેહા મહેતા અને વિકાસ મહેતાને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ બંને સંચાલકો છેલ્લા લાંબા સમયથી અહીં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાની માહિતી પીસીબીને મળી હતી. જ્યાં હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પીસીબીની તપાસમાં જાણવા મળ્યું છે કે, કોલ સેન્ટરમાં કામ કરતા મહિલા સહિતના કર્મચારીઓ લોકોને કોલ કરી અવનવી સ્કીમો બતાવતા હતાં. જ્યાં શેર બજાર અને ફોરેકસ કંપનીમાં રોકાણ કરાવવાની ટીપ આપતા હતા.

બાદમાં રોકાણ કરાવી પોતાના મોબાઈલ પણ બંધ કરી દેતા હતા. આ પ્રમાણે રૂપિયાના રોકાણ અને અવનવી સ્કીમોમાં લાભ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.હાલ તો પીસીબીએ સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી ૧૯ લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ફરાર કોલ સેન્ટરના મહિલા સંચાલક સહિત ૨ લોકોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. પીસીબીની તપાસ દરમિયાન અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here