સુરતમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતા ત્રણ યુનિટ કરાયા સીલ

0
29
Share
Share

સુરત,તા.૧૨

સુરતમાં ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકર સંક્રમિત થતા તેની ગાઈડ લાઇન બનાવ્યા બાદ પણ આ  ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતુ નથી. જેને લઈને સતત સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ પણ કતારગામ વિસ્તારમાં આવેલા ૩ જેટલા યુનિટોમાં કારીગરો સંક્રમિત થયેલા હોવાનું સામે આવતા  યુનિટોને સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં કોરોના મહામારી વચ્ચે સતત સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં આવેલા રત્ત્ન કલાકરો કોરોના સંક્રમિત થઇ રહ્યા હતા.

ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ કર્તા ડાયમંડ યુનિટો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નહી કરતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ મામલે લાલ આંખ કરીને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. કોરોનાની નવી ગાડલાઇન પ્રમાણે તમામ ડાયમંડ યુનિટોને કડકપણે ગાઈડલાઇન પાલન કરવાની સૂચના વચ્ચે તંત્ર દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

ત્યારે ગતરોજ કતારગામ વિસ્તારમાં અલગ અલગ ૩ જેટલા ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકર કોરોના સંક્રમિત થયા હતા. તેમનો રિપોર્ટ કાઢવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ મામેલ તપાસ કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here