સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૨૫૦૩ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૧૧૩૭

0
26
Share
Share

સુરત,તા.૨
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૨૫૦૩ પર પહોંચી ગયો છે. છેલ્લા સાત દિવસથી શહેર જિલ્લામાં એક પણ મોત નોંધાયું નથી. શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૧૧૩૭ થયો છે. ગત રોજ શહેરમાંથી ૪૭ અને જિલ્લામાંથી ૧૪ મળી ૬૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૫૦૯૫૫ કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાંથી સામે આવેલા પોઝિટિવ દર્દીઓમાં ઓએનજીસીના જનરલ મેનેજર, ટ્રાન્સપોર્ટર સહિતની વ્યક્તિઓ સંક્રમીત થઈ છે.

જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ટ્રાન્સપોર્ટર, ઓએનજીસીના જીએમ, નોર્થ ઝોનમાં રત્નકલાકાર તેમજ ખેડૂતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૦૫% નોંધાયો છે. સતત ઘટી રહેલા કેસ અને ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારાને પગલે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના ૪૧૧ એક્ટિવ દર્દીઓમાંથી ૧૨૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલ હોસ્પિટલમાં ૨૪ અને સ્મીમેર હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here