સુરત,તા.૨૯
શહેરમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. સુરત ફાયર વિભાગ દ્વારા શહેરના કોમર્શિયલ માર્કેટોમાં સપાટો બોલાવીને ફાયર સેફટીની સુવિધા ન ઉભી કરનાર ૧ હજારથી વધુ દુકાનોને સીલ માર્યું છે.
રાજકોટમાં આગની ઘટનાઓને પગલે સુરત ફાયર વિભાગ દ્વારા અનેક લોકોને ફાયર સેફ્ટીની નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. આમ છતાં હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ના આવતાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે.
સુરત ફાયર અને ઇમર્જન્સી સર્વિસ વિભાગ દ્વારા એફિડેવિટ છતાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ના કરનારા પર સપાટો બોલાવીને સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક ડ્રીમ હોન્ડા સિટીના શૉ રૂમ સહિત ૧૦૦૦થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.