સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરૂધ્ધ જમીન પચાવી ધમકી અપાતી હોવાની પો.કમિશનરને અરજી કરાઈ

0
44
Share
Share

સુરત,તા.૨૮

કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા વિરુદ્ધ જમીન પચાવી પાડવા બદલ પોલીસ કમિશ્નરને અરજી કરાઈ છે. કોર્પોરેટર સાયકલવાલા ધાક ધમકી આપી જમીનનો કોમન પ્લોટ પચાવવા માંગે છે એવો આરોપ મુકાયો છે. સ્થાનિકો રહીશોએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી છે. આ બાબતે અસલમ સાયકલ વાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફરિયાદ કરનારાનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. કોર્ટમાં કેસ ચાલે છે, ખોટી ફરિયાદ કરવામાં આવે છે. સામે પાલિકાની ચૂંટણી આવી રહી છે.

ત્યારે સ્થાનિક લોકોને રાજકીય હાથો બની રહ્યા છે. નૂર અલી સરદાર અલીએ જણાવ્યું હતું કે, સલાબતપુરામાં આપેલી ફરિયાદની તપાસ ઢીલી થઈ ગઈ છે. જેને લઈ પોલીસ કમિશનર સાહેબને અરજી કરી છે. કે અસલમ સાયકલવાલા અને તેના માણસો ડુપ્લીકેટ ભાડા કરાર પર ખ્વાજા નગરમાં રોડ ટચ ૧૨૧૨ની ખોલી પચાવી પાડી ગુમાસ્તાનું લાયસન્સ મેળવી ૫ વર્ષથી કબજો કરીને બેઠા છે. એટલું જ નહીં પણ માણસો દ્વારા ખોલી ખાલી કરાવી આપું રૂપિયા આપો એવી માંગ કરી ધમકાવવાનો અને ઘર આંગણે ગાળા ગાળી કરતા

તમામ વીડિયો અને સીસીટીવી સુધીના પુરાવા છે. આગામી દિવસોમાં તમે નહિ તો હાઉસિંગ બોર્ડ કે બિલ્ડર રૂપિયા આપશે એવા વિચાર પણ રાખે છે. ખટોદરા શાસ્ત્રી નગર સોસાયટી નજીકના કોમન પ્લોટમાં ૫ વર્ષથી જાવેદખાન અલી ખાન પઠાણ એ કબજો કરી ભાડા કરાર બનાવી દીધા છે. એવું કહે છે કે, હું આ જગ્યા કયારેય પણ ખાલી કરવાનો જ નથી. રસ્તો બંધ કરીને કબ્જો કરાયો છે. છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here