સુરતમાં એક યુવકે મનગમતું પાત્ર ન મળતા એસિડ ગટગટાવી અને જિંદગી ટૂંકાવી

0
30
Share
Share

સુરત,તા.૨૦

સુરતમાં એક યુવકે મનગમતું પાત્ર ન મળતા એસિડ ગટગટાવી અને જિંદગી ટૂંકાવી લીધી છે. શહેરની કાપડ માર્કેટમાં કામ કરતો આ યુવક છેલ્લા કેટલાય સમયથી એક યુવતીને પસંદ કરતો હતો. જોકે, યુવતીની સગાઈ અન્ય ઠેકાણે થતા યુવકે આત્મહત્યા કરી અને જિંદગી ટૂંકાવી છે. સુરત શહેરના આ કિસ્સામાં મૃત્યુ પામનાર યુવક માત્ર ૨૪ વર્ષનો હતો અને તેણે આવેશમાં આવું પગલું ભરી લેતા પરિવાર લાચાર બની ગયું છે. બનાવની વિગતો એવી છે કે સુરતમાં કાપડ માર્કેટમાં કામ કરતા યુવાનને એક યુવતી પસંદ હતી અને આ યુવતીને તે એક તરફી પ્રેમ કરતો હતો જોકે, યુવાનને અનેક પ્રયાસ બાદ યુવતી સાથે લગ્ન કરવામાં નિસ્ફળતા મળી હતી. જોકે યુવતીએ અન્ય યુવક સાથે સગાઇ કરી લેતા યુવાને આવેશમાં આવી જઈને એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.

આ યુવક મૂળ રાજસ્થાનના રાજસમંદનો વતની હતો અને હાલમાં સુરતના પુણાગામમાં રહેતો  હતો. ૨૪ વર્ષીય વિક્રમસિહ  સોલંકી કાપડ માર્કેટમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જોકે આ યુવકે ગતરોજ પોતાના ઘરમાં એસિડપીને આપઘાતનો પ્રયાસ કરતા તેના સંબંધી સાથે પાડોસી સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું કરુણ મોત થયું હતું. ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવતા પોલીસ હૉસ્પિટલ ખાતે પહોંચી આ મામેલ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં આ યુવાન છેલ્લા કેટલાક સમયથી એક યુવતીને પસંદ કરતો હતો અને તેના એક તરફી પ્રેમમા હોવાની વાત સામે આવી હતી.

આ યુવતી સાથે લગ્ન માટે કેટલીકવાર પ્રસ્તાવ મૂકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિસ્ફળ જતો હતો. તેની વચ્ચે તેને પસંદ આ યુવતીએ અન્ય એક યુવતી સાથે સગાઈ કરી લીધી હતી જેને લઈને આ યુવાન સતત માનસિંક તણાવ અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જોકે આ ઘટના બનતા આવેશમાં આવી જઈને આ પગલું ભર્યાનું પરિવારે પોલીસને જાણકારી આપતા પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here