સુરત:પરિવારે ઓનલાઈન અભ્યાસની ના પાડતા સગીરાએ કર્યો આપઘાત

0
17
Share
Share

સુરત,તા.૨૯

શહેરના કતારગામમાં ૧૬ વર્ષની સગીરાને માથાનો દુઃખાવો થતા તબીબ દ્વારા થોડા સમય માટે અભ્યાસ નહીં કરવા પરિવારને જણાવ્યું હતું. જેથી પરિવારે પણ સગીરાને ટીવી જાવા ઉપરાંત ઓનલાઈન અભ્યાસ કરવાનીના પાડતા ડિપ્રેશનમાં આવીને સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

કતારગામ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા હાલમાં ધો.૧૦નો ઓનલાઇન અભ્યાસ કરી રહી છે. તેણીને છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી માથું દુઃખતુ હતુ અને તેની સાથે શરદી-ખાંસી પણ થઇ હતી. કોરોનાની મહામારીમાં શરદી-ખાંસીના કારણે પરિવારને કોરોનાના લક્ષણો હોય તેવો પણ ડર લાગતો હતો.

ત્યારબાદ પરિવારે સગીરાને સ્મીમેર હોસ્પિલમાં તપાસ માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરો તેણીને વધારે પડતો સમય મોબાઇલ, ટીવીમાં હોવાથી આંખ ખેચાયા કરે છે. અને તેના કારણે માથુ દુઃખતુ હોવાનું કહ્યું હતુ. આવા સમયે સગીરાને એકલતા તેમજ મોબાઇલમાં કે ટીવીમાં ઓનલાઇન અભ્યાસ નહીં કરવા માટે જણાવ્યું હતું. ડોક્ટરની સૂચના બાદ સગીરાની માથાના દુઃખાવાની દવા શરૂ કરવામાં આવી હતી. સગીરા છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી દવા લઇને પોતાની સારવાર લઇ રહી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here