સુરતનું કાપડ સેનાના યુનિફોર્મ માટે પણ વાપરવામાં આવશે

0
33
Share
Share

આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબે પ્રમાણિત કરી, સુરત અને અંકલેશ્વરમાં નાનાપાયે પ્લાન્ટ સ્થપાતા ઉદ્યોગને વેગ મળ્યો

સુરત, તા. ૨૪

કાપડ ઉદ્યોગ માટે દેશ અને દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે સેનાના યુનિફોર્મ  માટે પણ વપરાશે, પ્રધાનમંત્રી મોદી દ્વારા જે આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે જ દીશામાં ભારત હવે આગળ પણ વધી રહ્યું છે. અને આ માટે હવે પ્રથમ વાર સેનાના યૂનિફોર્મ માટે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરશે. આ આખા દેશ માટે ગૌરવની વાત છે કારણ કે આ આઝાદી બાદ પ્રથમવાર એવું બનશે કે, સેનાના યુનિફોર્મનું કાપડ દેશમાં બનશે.

આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટરમાંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે.

સુરત શહેર ટેકસટાઇલ નગરી હવે ડિફેન્સ ફેક્ટર તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશુટ નું કાપડ વિદેશની કંપની બનાવતી હતી. અગાઉ આ કાપડ ચીનથી આયાત કરવામાં આવતું હતું. આથી હવે ભારત આત્મનિર્ભર બની સેનાના જવાનો માટે યૂનિફોર્મ, પેરાશૂટ અને જવાનોના બેગ સુરતમાં જ બનાવશે. આમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે સાકાર કર્યું છે. દેશના જવાનો માટે બેગ અને પેરાશુટનું કાપડ બનાવવાની શરૂઆત સુરતથી થઈ રહી છે. અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટર ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતું હતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટના કારણે આ ફેબ્રિકનો સેમ્પલ લેવામાં આવ્યોઅને તેની ટેસ્ટિંગ કરવામાં આવી અને ટેસ્ટિંગમાં આ કાપડ પાસ થયું છે.

નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. ૧૦,૦૦૦ કિલો મીટર ઉપરથી જો પેરાશૂટ પડે તો હવાનો માર ઝીલી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here