સુરતની સગીરાની સાથે મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન કરીને લગ્નની લાલચ આપ્યા બાદ દુષ્કર્મ કર્યું

0
89
Share
Share

સુરત, તા. ૧૯

વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના શાહપોર ખાતે રહેતી સગીરાને વેસુના યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. અફેર હોવાની શંકા કરાતા યુવકે આવેશમાં આવી સગાઇ તોડી નાંખતા આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મૂળ વડોદરાના યુવક દ્વારા ધર્મ પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. વડોદરાનો રેહવાશી જૈમિન ઉર્ફે મોહંમદ અરહાન શેખ જોકે પિતાનું નામ અશોકકુમાર છે. આ યુવકનું ફેસબુક પર જૈમીન અશોકકુમાર વૈશ્ય નામ છે. જોકે મુંબઈમાં ધર્મ પરિવર્તન કરી નામ બદલીને જીવન ગુજારી રહ્યો હતો, સુરતની કિશોરી સાથે આંખ મળી જતા પરિવારને જણાવ્યું હતું કે હવે મેં ધર્મ પરિવર્તન કરી લીધું છે અને ત્યાર બાદ મુસ્લિમ રીતિરિવાજ મુજબ સગાઈ કરી હતી. સગાઇના બીજા દિવસે જૈમિન સગીરાને પોતાના વેસુ સ્થિત મકાન પર લઇ જઇ બળજબરી કરી કુકર્મ આચર્યું હતું. સગાઈ થયા બાદ ફરવાના બહાને જૈમીન વેસુ કે રાંદેર સ્થિત મકાને લઈ વારંવાર કુકર્મ આચરતો હતો ત્યારબાદ સગીરાને ધ્યાનમાં આવ્યું હતું કે, જૈમિન અન્ય છોકરીઓ સાથે ફોન પર વાત કરે છે. સગીરાએ જૈમિનનું બીજી છોકરીઓ સાથે અફેર હોવાની વાત કરી હતી, જેથી જૈમિનને ઘરે બોલાવી અફેર અંગે પૂછાતા જૈમિને ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો અને બાદમાં લગ્ન કરવા નથી એમ કહી સગાઇ તોડી નાંખી હતી. ત્યારબાદ જૈમીન વડોદરા ખાતે માતા-પિતાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વારંવાર કોલ કર્યા તો લગ્ન નહિ કરવાનું તે રટણ કરતો હતો, જેથી લગ્નની લાલચે શારીરિક શોષણ કરી તરછોડી દેનારા જૈમિન અશોકભાઈ વૈશ્ય ઉર્ફે મોહંમદ અરહાન શેખ સામે ગુનો નોંધી પોલીસે અટક કરી હતી. જૈમિને હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. તે વડોદરા ખાતે જોબ કરે છે. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનો વિશ્વાસ કેળવવા માટે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ લગ્નની વાત સગીરા દ્વારા જ્યારે પણ કરવામાં આવે ત્યારે કોઈને કોઈ બહાનું બતાવી દેતો હતો. જ્યારે યુવક દ્વારા યુવતીને ફોસલાવીને અલગ-અલગ જગ્યાએ એકાંતમાં લઈ જઈ કુકર્મ પણ આચર્યું હતુ. પોલીસ જો આ ગુનામાં ઉંડાણ પૂર્વક તપાસ કરશે તો અન્ય યુવતીઓ પણ ભોગ બનેલી સામે આવે તો નવાઈ નહિ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here