સુરતની નિષ્ઠુર જનેતાઃ કુંવારી માતા બનતા માસૂમને પાર્કિગમાં તરછોડી દીધું

0
19
Share
Share

સુરત,તા.૨૯

સુરત ફરી એકવાર બદનામ થયું છે. સુરતમાં ફરી એકવાર કળિયુગી માતાની માનવતા મરી પરવારી છે. હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી પડી રહી છે, તેમ છતાં પોતાના નવજાત બાળકને ત્યજી માતા ફરાર થઈ ગઈ છે. કળિયુગી દુનિયામાં માતાએ પોતાનું કાળું કારસ્તાન છૂપાવવા માટે આવું કામ કર્યું હોય તેવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે.

સુરતમાં ગોડાદરાના પ્રમુખ આરણ્ય એપોર્ટમેન્ટમાં આ ઘટના બની છે. એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી નવજાત બાળક મળતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ લોકોએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં આવેલાં એકલ બિલ્ડીંગના પાર્કિંગમાંથી રવિવારે સાંજે એક નવજાત બાળક મળતાં દોડાદોડી થઈ હતી. પોલીસે ઝડપથી આ બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું..

સાંજે છ વાગ્યાના અરસામાં બિલ્ડીંગનાં પાર્કિંગમાંથી બાળકના રડવાનો અવાજ આવતાં રહીશો ભેગા થઈ હતા. પાર્કિંગમાંથી એક નવજાત બાળક કોઈ તરછોડીને જતું રહ્યું હતું. બાળક મળ્યાની જાણ રહીશોએ પોલીસને કરતાં ગોડાદરા પોલીસ ઈન્સપેક્ટર એ.ડી ગામીત સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવવાની સાથે બાળક કોણ તરછોડી ગયું તેની તપાસ કરતાં બાળકને બિલ્ડીંગમાં રહેતી ૨૦ વર્ષીય કુંવારી યુવતીએ જ જન્મ આપ્યા બાદ તરછોડી દીધાનું બહાર આવ્યું હતું. જો કે, જન્મ આપ્યા બાદ માતાની પણ તબિયત લથડતાં તેને પણ હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here