સુરતની ઓનજીસી કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી ફફડાટ

0
25
Share
Share

ઓએનજીસીના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ સાથે લાગેલી આગના ધૂમાડા અનેક કિલોમીટર સુધી જોવા મળ્યા

સુરત, તા.૨૪

સુરતના હજીરા વિસ્તારમાં આવે ઓએનજીસી કંપનીમાં ગુરૂવારે સવારે ૩ વાગે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.  ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને કરોડોના નુકસાન થયાનો અંદાજ હોવાનું જાણવા મળ્યું છે. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ  હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીએ પણ ટિ્‌વટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, આ આગ કાબુમાં લેવાય ગઇ છે. આગને કારણે કોઇ જાનહાનીનાં સમાચાર નથી. એક ચર્ચામાં ચાર કર્મચારીઓ ગૂમ થયાની વાત પણ વહેતી થઇ હતી .આ આગમાં જાનહાની અંગે હાલ અધિકારીક રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી. નોંધનીય છે કે, આ ગેસ કંપનીના ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી. મુંબઈથી સુરત  ૨૪૦ કિલોમીટર લાંબી લાઇન આવેલી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. સુરતના હજીરા વિસ્તારમાં આવેલીર્ ંદ્ગય્ઝ્ર કંપનીમાં સવારે  ૩ વાગે અચાનક એક તીવ્ર બ્લાસ્ટ થતા જાણે સુરતમાં લોકોના ધરતીકંપનો અનુભવ થયો હતો જોતજોતામાં લોકોના ઘરના બારીઓના કાચ તૂટી ગયા હતા. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા ત્યારે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. લોકોને ખ્યાલ આવી ગયો હતો કે, આગ લાગી છે.  અનેક લોકો તરત જ લોકો પરિવાર સાથે જ્વાળાઓ જોવા નીકળી પડ્યા હતા. ત્યારે ખબર પડી કે,  હજીરા ની એક કંપનીમાં આગ લાગી છે. આગની જાણકારી સુરત ફાયર વિભાગ આપવમાં આવતા ફાયર તાતત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જોકે આ ગેસ કંપનીના ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી. મુંબઈથી સુરત ૨૪૦ કિલોમીટર લાંબી લાઇન આવેલી છે. સ્ટ્ઠૈહઙ્મૈહી હોવાને કારણે ગેસ સપ્લાય ખૂબ મોટા માત્રામાં હોય છે. આગ વધુ ગંભીર ન બને તે માટે ઓએનજીસી ઉપરાંત પણ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા. જોકે આ આગમાં ચાર કર્મચારી ગુમ થયાની વાત સામે આવી રહી છે પણ સત્તાવાર કોઈ સમર્થન નથી મળી રહ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here