સુરતના ૫ તાલુકાઓમાં જળબંબાકાર વરસાદ

0
21
Share
Share

સુરત,તા.૩૦

છેલ્લા બે દિવસથી સુરત શહેર અને જિલ્લામાં હમણાં મેઘરાજા વરસશે એવુ વાતાવરણ રચાયા બાદ શાંત રહેતા હતા. પરંતુ મંગળવારની રાત્રીના સુરત શહેર અને જિલ્લાના પાંચ તાલુકામાં દેમાર વરસાદ વરસ્યો હતો.જયારે આજે દિવસના સામાન્ય વરસાદ નોંધાયો હતો. ફલંડ કંટ્રોલના પ્રવકતના જણાવ્યા મુજબ ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા વરસતા ન હતા. પરંતુ મંગળવારની રાત્રીના સુરત શહેર અને જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ શરૃ થયો હતો.

જેમાં રાત્રી દરમ્યાન કામરેજ તાલુકામાં દેમાર ૪ ઇંચ વરસાદ, મહુવામાં ૨.૫ ઇંચ વરસાદ, પલસાણામાં ૧.૫ ઇંચ, બારડોલીમાં ૧ ઇંચ, માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં પણ રાત્રી દરમ્યાન મેઘરાજા મનમુકીને વરસતા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે દિવસના સુરત શહેર અને મહુવા તાલુકામાં અડધો ઇંચ, માંગરોળ અને પલસાણામાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આજના વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૫૩૯.૨ મિ.મિ અને ૨૧.૫૬ ઇંચ નોંધાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here