સુરતના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૫ને મુખ્યમંત્રીની મંજુરી

0
15
Share
Share

સુરત,તા.૮

સુરત મહાનગર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૫ને મુખ્યમંત્રીએ મંજૂર કર્યો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮૫ ચો.કિ.મી. વિસ્તારના ફાયનલ ડેવલપમેન્ટ પ્લાનને રૂપાણીએ મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય લેતા ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી નાંખી છે. મુખ્યમંત્રી રૂપાણીનો મોટો નિર્ણયથી આશરે ૮૫૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. વિકાસ નકશા – ડેવલપમેન્ટ પ્લાન – ૨૦૩૫ મંજૂર થતાં ડીપી મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે. અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બેય બાજુ ૧ કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના ૫૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઇ શકશે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા ખૂલશે.

કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે. સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here