સુરતના વરાછામાં ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

0
25
Share
Share

સુરત,તા.૧

સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં સવારે ૯ વાગે ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા બાપાસિતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગેટા બહાર આવતા પાડોશી દુકાનદારે ફાયરને જાણ કરતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. ફાયર વિભાગની ૬ ગાડીઓ દ્વારા ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઇ લીધી હતી. પાડોશી દુકાનદાર કિશોરભાઈ વાઘાણીની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી.

ઘનશ્યામ નગરમાં આવેલું બાપાસિતારામ ઈલેક્ટ્રોનિકનું ગોડાઉન એકદન સાંકડી ગલીમાં છે. જેના કારણે ફાયર વિભાગને પહેલાં તો ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગના પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. ગોડાઉનમાં રહેલા ફ્રીજ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના કારણે ધુમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા હતા. ગોડાઉનમાં આગના કારણે મોટું નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

શુક્રવારે એકે રોડ પર લબ્ધિ મીલમાં આગની ઘટના બાદ રવિવારે ઉધનાના ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ તાત્કાલિકા સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનામાં પ્લાસ્ટિકની ફોઈલનો જથ્થો બળી ખાક થઇ ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here